શહેરા, શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષો એ ચૂંટણી જીતવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.શહેરા સર્કિટ હાઉસ ખાતે ભાજપના જિલ્લામાંથી આવેલા નિરીક્ષકો દ્વારા પાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર ઉમેદવારો પાસેથી સેન્સ લેવામાં આવી હતી. વૉર્ડ નંબર ૧ માં ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો ૨૮ જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી.શહેરા મા નગર પાલિકા , તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થતા શહેરા ભાજપ દ્વારા જિલ્લામાંથી આવેલા ભાજપના નિરીક્ષકો ડો. કિરણસિંહ બારીઆ,અતુલ પટેલ , જશોદાબહેન પ્રજાપતી અને વિવેક પંચાલ દ્વારા શહેરા સર્કિટ હાઉસ ખાતે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નગરપાલિકા ની ચૂંટણી માટે ૮૨ પુરુષ ઉમેદવાર ૨૬ સ્ત્રી ઉમેદવાર મળી કુલ ૧૦૮ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજુ કરી હતી.જ્યારે શહેરા તાલુકાની ૩૦ તાલુકા પંચાયત બેઠકો માટે ૧૪૧ ઉમેદવારો અને ૭ જિલ્લા પંચાયત બેઠકો માટે ૩૮ ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. હજી તો ભેંસ ભાગોળે અને છાશ છાગોળે તે અનુસાર અત્યારથી જ નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે કેટલાક ટિકિટવાંછું ઉમેદવારોએ પોતાના ગોડફાધરનું શરણું શોધી ટિકિટ તેમને મળે એના માટેની કવાયત હાથ ધરી છે,અને એડીચોટી નું જાેર લગાવી રહયા છે. જ્યારે જાેવું રહ્યું કે ભાજપ ના કમળમાંથી નવા ચહેરાઓને ટિકિટ મળે છે કે પછી જુના ચહેરાઓને ભાજપ ટિકિટ આપવા સાથે રીપીટની થિયરી અપનાવશે એ જાેવું રસપ્રદ થઈ પડશે.