માંડવી,  માંડવી નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીઓ દ્વારા પોતાનાં ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવી રહ્યા છે. ત્યારે આપ (આમ આદમી પાર્ટી) દ્વારા નગર પાલિકાની ચૂંટણીમાં પોતાનાં ઉમેદવારોને ઉતરતા રાજકીય વાતાવરણમાં ગર્માટો સર્જાતો નજરે પડી રહ્યો છે.

આવતી તા. ૨૮/૦૨/૨૦૨૧ નાં રોજ યોજાનાર માંડવી નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાનાં ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. તો પાર્ટી દ્વારા ટીકીટ ન મળતા ઉમેદવારો દ્વારા અસંતોષ વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય પાર્ટીઓમાં ચિંતા વ્યાપી હતી. હજુ આ ચિંતા માથા પર જ હતી ત્યાં આપ (આમ આદમી પાર્ટી) દ્વારા પોતાનાં ઉમેદવારોને પાલિકાની ચૂંટણીમાં ઉતરતા રાજકીય વાતાવરણમાં ગર્માટો સર્જાતા ત્રિકોણીયો જંગ સર્જાયો હતો. હવે જાેવું એ રહ્યું કે નગર પાલિકાની ચૂંટણીમાં કઈ રાજકીય પાર્ટી પોતાનું સામ્રાજ્ય સ્થાપશે.