સાડીની શોખીન મહિલાઓને હવે મળશે વિદેશી સાડી ખરીદવાનો પણ ઓપ્શન
25, જુન 2020

 એક જાણીતી કંપની ભારતના સાડી બજારમાં ઉતરવાની છે. સ્વીડનની ફાસ્ટ-ફેશન રિટેલર કંપની હેનેસ એન્ડ મોરિઝ (H & M) ભારતમાં ડિઝાઈનર સબ્યસાચીની સાથે મળીને મિડ એપ્રિલ સુધીમાં સાડીઓ લોન્ચ કરશે. આ તેની દુનિયાભરમાં પહેલી એથનિક પ્રોડક્ટ હશે..

સ્ટોકહોમમાં ઓફિસ ધરાવતી આ કંપની ફાસ્ટ-ફેશન આઈટમ ઈન-હાઉસ તૈયાર કરીને વેચે છે. આ ઉપરાંત, તે ડિઝાઈનર્સની સાથે મળીને વન-ટાઈમ કલેક્શન પણ તૈયાર કરાવે છે. જોકે, અત્યારસુધી તેણે પોતાને મર્ચન્ડાઈઝ વેસ્ટર્ન વેર સુધી જ સીમિત રાખી હતી.

H & M ઈન્ડિયાના CEO જેન ઈનોલાએ એક ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, આ પહેલો છે અને શક્ય છે કે છેલ્લો મોકો છે, જ્યારે H & M કોઈ ભારતીય ડિઝાઈનરની સાથે પોતાની પાર્ટનરશિપ દ્વારા સાડી વેચવા જઈ રહ્યું છે. અમે કસ્ટમર્સને નવો અનુભવ આપવા માગીએ છીએ. અમારે એ જોવું પડશે કે તેના પર કયા પ્રકારની પ્રતિક્રિયા મળે છે અને તે આગળની સ્ટ્રેટર્જી નક્કી કરવામાં મદદ કરશે.

દીપિકા પાદુકોણ, નીતા અંબાણી અને ઓપરા વિન્ફ્રે સહિત અન્ય ઘણા સેલિબ્રિટીઝ માટે ડિઝાઈનર સબ્યસાચી કપડાં ડિઝાઈન કરી ચુક્યા છે. તેઓ સરેરાશ બે લાખ રૂપિયા અને તેના કરતા વધુ કિંમતની પ્રોડક્ટ વેચે છે. H & Mએ કહ્યું કે, સબ્યસાચીની સાથે તેમની પાર્ટનરશિપ અંતર્ગત લોન્ચ થનારા કલેક્શનની પ્રાઈઝિંગ ખૂબ જ સામાન્ય રાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ ફેશનને બધા સુધી પહોંચાડવાનો આ એક પ્રયત્ન છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution