17, ડિસેમ્બર 2020
અરવલ્લી : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઘોડાદરા (ઈન્દ્રાણ) ગામમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા બુધવારના રોજ વિજય દિવસ નિમિત્તે ઘોડાદરા ગામ ખાતે અમર જવાન શહીદ વીર જીતેન્દ્રસિંહ બળદેવસિંહ ચૌહાણની શહાદતને સો સો સલામ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વીર શહીદના માતા ડાહીબેન ચૌહાણ તેમજ પિતા બળદેવસિંહ ચૌહાણને સાદર નમન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાયડ તાલુકાના સંયોજકો ભાવિનભાઈ પટેલ,અશ્વિનભાઈ પરમાર,મિતેશભાઈ પટેલ તેમજ યુવા કેન્દ્ર સભ્યો,વડીલો,ગ્રામજનો હાજર રહ્યાં હતાં.