વડોદરાની રાઈટર બિઝનેસ સર્વિસ પ્રા.લિ.દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂા.૫૦૦૦૦૦૦૦ ચાઉં
02, ડિસેમ્બર 2020

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓના વાહન પાર્કિંગ માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ અપાયો હતો.અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટ બુકીંગમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની ઘણી ઘટનાઓ સામે આવી હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા છેતરપિંડી કરતી ટ્રાવેલ એજન્સી સામે પોલીસ ફરિયાદ જેવી કાર્યવાહી પણ કરવામાં આવી હતી.હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફી અને પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ થઈ રહેલા વિકાસ કામોમાં પણ ભ્રષ્ટાચારની બુમો અગાઉ ઉઠી હતી, ત્યારે આ કરોડો રૂપિયાનો બીજો ભ્રષ્ટાચાર સામે આવતા અનેક સવાલો પણ ઉભા થયા હતા.  સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીમાં એચડીએફસી બેંકને એની જ ખાનગી એજન્સીએ ૫ કરોડ રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાનું તથ્ય બહાર આવ્યા છું, આ મામલે કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકાઉન્ટ વડોદરાના આર.સી.દત્ત રોડની એચડીએફસી બેંક શાખામાં છે, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોજના કલેક્શન માટે બેંકે કલેક્શન એજન્ટ તરીકે વડોદરા રેસકોર્ષ રોડ પરની રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડની” નિમણૂક કરી હતી.”રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ”ની રોજ સાંજ પડે કલેક્શનની રકમ સ્ટેટ્યુ ઓફ યુનિટીના જવાબદાર અધિકારીઓ પાસેથી લઈ એચડીએફસી બેંકના ખાતામાં જમા કરાવવાની જવાબદારી હતી. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફિસે એજન્સીને આપેલી રોકડ રકમ અને એની સ્લીપ તથા બેંક એકાઉન્ટમાં જમા થયેલ રકમ વચ્ચે ઘણો મોટો તફાવત હતો.આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રએ બેંકને જાણ કરતા બેંકે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન નવેમ્બરે ૨૦૧૮ થી માર્ચ ૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ” ના કર્મચારીઓએ ર્જીંેં કચેરી ખાતેથી ૫,૨૪,૭૭,૩૭૫ રૂપિયા રોકડ રકમ લઈ બેંક ખાતામાં જમા ન કરાવ્યા હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો હતો. વડોદરા એચડીએફસી બેંક દ્વારા “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ” ના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ આ ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ કરી છે, કેવડિયા ડીવાયએસપી વાણી દુધાત આ ભ્રષ્ટાચાર મામલે સમગ્ર તપાસ કરી રહ્યા છે. 

તો શું એચડીએફસી બેંક સ્ટેચ્યુ ઓફ

યુનિટીને ૫૦૦૦૦૦૦૦ રૂપિયા ચૂકવશે?

એસઓયુ વહીવટ દાર કચેરીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અમારા તમામ નાણાકિય વ્યવહારોનું ચાર્ટર્ડ એકાઉટન્ટ દ્વારા ઓડિટ પણ કરવામાં આવે છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની રસીદોને આધારે એચડીએફસી બેંકને સુપ્રત થયેલી રકમ તથા બેંક દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેંક ખાતામાં જમા કરાવેલ રકમનું મેળવણું એ સમયાંતરે નિયમિત થતી રૂટીન પ્રક્રિયા છે.જો કોઈ તફાવત હોય, તો તે ૐડ્ઢહ્લઝ્ર બેંકની જવાબદારી છે અને બેંક દ્વારા તેવી લેખિત બાંહેધરી પણ આપવામાં આવી છે.તો કચેરીના આ નિવેદન બાદ બેંક સ્ટેચ્યુ ઓફ યુનિટીને ૫ કરોડ રૂપિયા ચૂકવશે કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution