વર્ષ 2020 : આ અભિનેત્રીઓ જેણે ટચૂકડા પડદાથી વધુ વેતન મેળવી કરી અધધધ...કમાણી
01, જાન્યુઆરી 2021

લોકસત્તા ડેસ્ક

2020 ની ટચૂકડા પડદાની વધુ વેતન મેળવનારી અભિનેત્રીઓ

હિના ખાન 

ટેલિવિઝન જગતમાં હિના ખાન પોતાની અદાકારી અને સુંદરતાને કારણે લોકપ્રિય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે તેમજ વારંવાર પોતાની હોટ તસવીરો મુક્યા કરતી હોય છે. યે રિસ્તા ક્યા કહલાતા હૈમાં હિનાએ અક્ષરાની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી બતી. આ પછી તેણે કસોટી કિંદગી કેમાં પણ કોમોલિકાનું પાત્ર ભજવ્યું હતું. કહેવાય છે કે, આ શોમાં કામકરવા માટે તેણે એપિસોડ દીઠ દોઠથી બે લાખ રૂપિયા મેળવ્યા હતા. 

દિવ્યંકા ત્રિપાઠી 

દિવ્યંકા ત્રિપાઠીએ ટેલિવિઝન પર પોતાની કારકિર્દી દૂરદર્શનથી કરી હતી. તેણે બનું મેં તેરી દુલ્હનમાં બેવડી ભૂમિકા ભજવીને જાણીતી થઇ હતી. તેણે પોતાની કારકિર્દી દરમિયાન એવોર્ડસ પણ ઘણા મેળવ્યા છે. તેણે અભિનયની સાથેસાથે ઘણા એવોર્ડ શોના સંચાલન પણ કર્યા છે. તે એક એપિસોડ દીઠ ૮૦થી ૮૫ હજાર રૂપિયા ચાર્જ કરે છે. 

જેનિફર વિન્ગેટ 

જેનીફર વિન્ગેટ ટેલિવિઝનની સુંદર અને ટેલન્ટેડ અભિનેત્રી મનાય છે.બેહદમાં માયા મલ્હોત્રા અને બેપનાહમાં ઝોયા સિદકીના પાત્રમાં લોકપ્રિયતા મેળવી ગઇ છે. જેનિફર પહેલા ૮૦-૮૫ હજાર રૂપિયા એપિસોડદીઠ મહેનતાણું લેતી હતી, પરંતુ હવે તેણે પોતાની ફી વધારી દીધી છે અને એક લાખ રૂપિયા ચાર્જ કરે છે. 

દ્રષ્ટિ ધામી 

દ્રષ્ટિ ધામી મધુબાલા : એક ઇશ્ક એક ઝુનુનમાં મધુબાલાનું પાત્ર ભજવ્યું હતું તેમજ ગીત હું સબસે પ્યારીમાં ગીતનો રોલ ભજવીને ખ્યાતિ મેળવી છે. તેણે વિવિધ મ્યુઝિક વિડીયોમાં પણ કામ કર્યા છે. તે દર એપિસોડ દીઠ ૬૫થી સીતેર હજાર રૂપિયા મહેનતાણું લે છે. 

સાક્ષી તન્વર 

સાક્ષી તન્વર ટેલિવિઝન જગતનું જાણીતું નામ છે. તેણે કહાની ઘર ઘર કી અને બડે અચ્છે લગતે હૈ શો દ્વારા પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે દર એપિસોડ દીઠ રૂપિયા સવા લાખથી દોઢ લાખ વળતર મેળવે છે. 

નિયા શર્મા 

નિયા શર્માએ વિવિધ સિરીયલોમાં કામ કરીને લોકચાહના મેળવી છે. ટેલિવિશ શો ઉપરાત ં તેણે રિયાલિટી શો ફિયર ફેકરટમાં પણ ભાગ લીધો હતો. તેમજ ખતરો કે ખિલાડીનો પણ તે હિસ્સો બની હતી. નિયા એશિયાની મોસ્ટ સેક્સિએસ્ટ ૫૦ વુમેનની યાદીમાં બીજા ક્રમાંકે ૨૦૧૭માં આવી હતી. તે દર એપિસોડ દીઠ ૭૫થી ૮૦ હજાર રૂપિયા ચાર્જ કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution