વલસાડ પારડી શહેરમાં નુતન નગરમાં રહેતા વિનોદ ધીરૂભાઈ હળપતિ ઉ.વ. ૨૨ સોમવારે સાંજે ૭.૩૦ કલાકે પોણીયા ચાંદણવેરી ફળિયાની કોવોરીના પાણીમાં કુદી ગયો હતો પાણી માં કુદી ગયેલ યુવાને તરવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો પરંતુ લીલ અને વેલાવો ને કારણે બહાર નીકળી ન શક્યો હતો જે દ્દશ્ય ત્યાંના સ્થાનિક વ્યક્તિ એ જાેઈ જતા તેને બચાવવા પ્રયાસ કર્યો હતો.પરંતુ બચાવી શક્યો ન હતો ઘટનાની જાણ પારડી પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને વિનોદની શોધખોળ માટે માંગેલા લાઈફ સેવર ટીમની મદદ લીધી હતી. મધ રાત્રી સુધી યુવકની શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન લાગતા મંંગળવારે વહેલી સવારે હોડીમાં બેસી લાઇફ સેવર ટીમે શોધખોળ હાથ ધરી હતી ઘટનાને ૧૮ કલાકથી વધુ સમય વીતી ગયો છતાં વિનોદનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેને લઇ યુવકના આપઘાતને લઇ રહસ્ય ઘેરાયું છે. ક્વોરી સંચાલકો કાયદા નેવે મૂકી જમીન માંથી ખનીજ તત્વો કાઢી હદ બહાર ઊંડી કરી દેતા હોય છે.