દિલ્હી-

ભારત સહિત સમગ્ર દુનિયામાં કરોડો યુઝર્સ ધરાવતી વીડિયો સ્ટ્રિમિંગ વેબસાઈય યુ-ટયુબની સર્વિસ આજે સવારથી ખોરવાઈ જતાં યુઝર્સ અકળાઈ ગયા હતા. આ સમસ્યા એક કલાક સુધી યથાવત રહી હોવાથી ટવીટર પર 'હેશટેગ યુટયુબ ડાઉન' ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. આ સમસ્યા મોબાઈલ અને કોમ્પ્યુટર એમ બન્નેમાં જોવા મળી હતી. ખાસ કરીને યુઝર્સ વીડિયો જોઈ શકતા નહોતા તો લોગ-ઈન પણ થઈ શકતું નહોતું. ખામી આવ્યાનો એકરાર ખુદ યુ-ટયુબે કર્યો હતો. આજે વહેલી સવારે અંદાજે 89 જેટલા લોકોએ યુ-ટયુબ ડાઉન થયાની ફરિયાદ કરી હતી અને જોતજોતામાં આ ફરિયાદ હજારોને પાર થઈ જતાં કંપનીએ તાત્કાલિક પગલાં લઈ સમસ્યા દૂર કરવાનું શરૂ કર્યું હતું. એક કલાક સુધી ખામી દૂર ન થતાં યુઝર્સ અકળાઈ ગયા હતા. આવું શા માટે થયું તેની ચોખવટ કંપની દ્વારા કરવામાં આવી નહોતી.