વિવાદ થતાં એકાઉન્ટ ડીલિટ કર્યા બાદ ટ્‌વીટર પર ઝાયરા પરત ફરી
01, જુન 2020

અભિનેત્રી ઝાયરા વસીમ ફિલ્મી દુનિયાથી તો દૂર છે પરંતુ તેના નિવેદન અને તેની વિચારધારા તેને ચર્ચામાં રાખે છે. અભિનેત્રીએ હાલમાં દેશમાં જારી તીડ એટેક પર ટ્‌વીટ કર્યું હતું. આ ટ્‌વીટને કારણે તેને ખુબ ટ્રોલનો સામનો કરવો પડ્યો અને બાદમાં ઝાયરાએ પોતાનું ટ્‌વીટર એકાઉન્ટ ડિલીટ પણ કરી દીધું હતું. પરંતુ હવે ફરીવાર ઝાયરા વસીમ ટ્‌વીટર પર આવી ગઈ છે. તેણે પોતાનું એકાઉન્ટ રીએÂક્ટવેટ કરી લીધું છે. હવે એક યૂઝરે ઝાયરાને પૂછ્યું કે તે હવે ટ્‌વીટર પર પરત કેમ આવી છે. આ સવાલ પર ઝાયરાએ સીધો જવાબ આવ્યો કે તે એક માણસ છે. તે લખે છે- પરત એટલે આવી છું કે તે પણ એક માણસ છે. મારે પણ બ્રેક કે દૂર થવાની જરૂર પડે છે, જ્યારે કોઈ વસ્તુ અતિ થઈ જાય છે. મહત્વનું છે કે, ઝાયરા વસીમે હકીકતમાં તીડ હુમલા માટે માણસોને જવાબદાર ગણાવ્યા હતા. તેણે એક ટ્‌વીટમાં કહ્યુ હતું કે, તીડનો આ હુમલો માણસોના ખરાબ કર્મોનું પરિણામ છે. ઝાયરાનું ટ્‌વીટ લોકોને પસંદ ન આવ્યું અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. આમ તો તેના સમર્થકોએ અભિનેત્રીના બચાવનો ખુબ પ્રયાસ કર્યો પરંતુ ઝાયરાએ થોડા સમય સોશિયલ મીડિયાને અલવિદા કહેવાનું યોગ્ય સમજ્યું હતું. મહત્વનું છે કે ઝાયરા વસીમે ૨૦૧૯માં પોતાના ફિલ્મી કરિયરને છોડવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે તેના નિર્ણય પર ઘણા લોકોએ સવાલ કર્યો હતો, પરંતુ ઝાયરા પોતાના નિર્ણય પર ટકી રહી અને પોતાનો માર્ગ હંમેશા માટે બદલી દીધો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution