અન્ય સમાચાર

  • ગુજરાત

    કાળા બજારિયા ઉપર તવાઈ, સસ્તા અનાજની 70 દુકાનોના લાયસન્સ રદ્

    ગાંધીનગર-લોકડાઉન દરમિયાન ગરીબ કાર્ડ ધારકોને અનાજનો જથ્થો મળે તે માટે રાજ્ય સરકારે યોજના જાહેર કરી હતી પણ કોરોના ના કપરા કાળમાં પણ કાળાબજારિયા તકનો લાભ લેવાનું ચૂક્યા નથી. ગરીબોનું અનાજ બારોબાર વેચી મારવાની ઘટનાઓ પ્રકાશમાં આવતાં સરકાર સફાળી જાગી હતી અને નાગરિક પુરવઠા વિભાગે આખા રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર ચેકિંગ કરતા અનાજ સગેવગે કરવાનું બહાર આવ્યું હતું. રાજ્ય નાગરિક પુરવઠા વિભાગે ચેકિંગ કરતા ઘણી ગેરરીતિ બહાર આવી છે જેના પગલે રાજ્યમાં ૭૦ જેટલા સસ્તા અનાજની દુકાનના લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૦થી વધુ સસ્તા અનાજની દુકાનદારો પર પીબીએમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે .આ એક્ટ મુજબ છ મહિનાની જેલની જોગવાઈ છે. ચેકિંગ દરમિયાન રાજ્ય સરકારે અનાજનો જથ્થો સીઝ કર્યો છે. રાજ્ય નાગરિક પુરવઠા વિભાગની ટીમોએ સૌરાષ્ટ્ર, રાજકોટ વડોદરા સહિતના શહેરમાં ચેકિંગ કરતા ગેરરીતિ બહાર આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર કરાયું

    ગીરસોમનાથ-જિલ્લાના 6 તાલુકાઓ વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઊના અને ગીરગઢડા વિસ્તારમાં પ્રતિવર્ષ કરતાં આ વર્ષે મગફળીના વાવેતરમાં વધારો થયો છે. દર વર્ષે 80થી 90 હેક્ટર આસપાસના વિસ્તારમાં મગફળીનું વાવેતર થતું હતું. જેના બદલે આ વર્ષે 1,02,839 હેક્ટર 1.2.839 વિસ્તારમાં વાવેતર કરાયું છે. આ સાથે જ સમયાંતરે વરસાદ આવશે, તો ગત વર્ષની નુકસાની ભરપાય થવાનું ખેડૂતો માની રહ્યા છે.જિલ્લામાં દરવર્ષે એક લાખ હેક્ટર આસપાસ મગફળીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે 1.5.839 હેક્ટરમાં વાવેતર કરાયું છે. આ વિસ્તારની જમીનની સાનુકુળતાના કારણે મગફળી સારી થાય છે. જિલ્લામાં મગફળીની સાથે સાથે કપાસ, સોયાબીન અને શાકભાજીનું પણ વાવેતર કરાયું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમરેલીમાં વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન

    અમરેલી-અમરેલી જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામે તલનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તલનો પાક બળી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. અમરેલી જિલ્લામાં શરૂઆતથી જ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ સારો થયો છે જેને લઇને ખેડૂતોને ખૂબ જ ખુશી છે વરસાદ સારો થતાં કપાસ મગફળી ચણા નાપાક સારા થયા છે પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગત વર્ષે તલ ના ભાવ સારા મળતા આ વર્ષે રામગઢના ૩૦ જેટલા ખેડૂતોએ તલનું વાવેતર કર્યું પરંતુ તલ ના પાક માં જીવાત આવી જતા તલના છોડ બળવા લાગે છે છોડ બળી જતા ખેડૂતો તલ ના છોડ પોતાના ખેતરમાંથી ખેંચવા લાગ્યા છે જેને લઇને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમદાવાદ: સરકારી સ્કૂલની ગંભીર બેદરકારી, વિદ્યાર્થીઓને બોલાવી પરીક્ષા યોજી

    અમદાવાદ-કોરોનાની મહામારીને પગલે આખા દેશમાં સ્કૂલ અને કૉલેજો બંધ રાખવામાં આવી છે. ગુજરાતમાં પણ હાલ સ્કૂલ-કૉલેજો શરૂ કરવાની મંજૂરી નથી આપવામાં આવી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલ કે કૉલેજ બોલાવવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એક સ્કૂલમાં બંધ બારણે પરીક્ષા લેવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે. આ મામલે વીડિયો પણ સામે આવ્યો છે. બીજા એક બનાવમાં અમદાવાદના 16 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનો સમાચાર આવ્યા છે. આ શિક્ષકોને ડોર ટૂ ડોર સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. આ તમામ શિક્ષકો અમદાવાદ નગર પ્રાથમિક સ્કૂલના હોવાનું માલુમ પડ્યું છે.એએમસી સ્કૂલની ગંભીર બેદરકારી : અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલી કોર્પોરેશનની એક સ્કૂલમાં ધોરણ-7 અને આઠની પરીક્ષા ચાલી રહી હોવાની માહિતી મળી હતી. જે બાદમાં કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયૂઆઈના મહામંત્રીએ તપાસ કરતા સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો. તપાસ કરતા સ્કૂલમાં એક વર્ગખંડમાં બંધ બારણે પરીક્ષા ચાલી રહ્યાનું માલુમ પડ્યું હતું. હાલ લૉકડાઉનને પગલે સ્કૂલ બંધ હોવા છતાં સ્કૂલના તંત્ર તરફથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવીને સરકારી ગાઇડલાઇનો ભંગ કરવામાં આવ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમદાવાદમાં 'ઈસરો' કેન્દ્રમાં 11 કર્મચારી કોરોના સંક્રમિત

    અમદાવાદ- દેશમાં કોરોના વાઈરસનુ સંક્રમણ દિવસને દિવસે વધતું જાય છે. અહીંના વિક્રમનગર સ્થિત ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના કર્મચારીઓ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 11 નવા કેસમાં ઈસરો સેક (ISRO SAC)ના 11 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. અહીં 700 ઘરોમાંથી 20 ઘરોમાં કોરોના સંક્રમણ ફેલાયો છે. અહીં કુલ 80 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ સ્થિત ખાનગી હોસ્પિટલે આ લોકોને કૉન્ટ્રીબ્યુટરી હેલ્થ સર્વિસ સ્કીમ એટલે કે (CHSS) હેઠળ સારવાર કરવાનો ઈનકાર કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ યોજના હેઠળ કર્મચારીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ઓછા પૈસા ચૂકવવા પડે છે.  વિક્રમનગર કોલોનીના બે બ્લૉકને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. અહીં રહેતા લોકોને ઘરમાંથી બહાર નિકળવાની મંજૂરી નથી. ઈસરો સેકના કર્મચારીઓ પણ ઘરેથી જ કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 30 જૂને સેકના કર્મચારીઓ માટે એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે 31 જુલાઈ સુધી ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટીવ વિભાગ સાથે જોડાયેલ બધા વરિષ્ઠ કર્મચારી વર્કિંગ ડે દરમિયાન ઓફિસ આવે. જ્યારે સ્ટાફના કર્મચારીઓને એક દિવસ છોડીને ઓફિસ આવવા માટે કહેવામાં આવ્યુ હતુ એટલે કે 50 ટકા કર્મચારીઓની ઉપસ્થિતિનુ પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    આ વર્ષે ખેલૈયા થશે નિરાશ, નવરાત્રીને લાગી શકે છે રોક ?

    ગાંધીનગર-ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વકરી છે કેલ અત્યારે તો કોરોના કેસોએ ૧૦૦૦ના આંકને પાર કરી દીધો છે. કોરોનાના વધતા જતા કેસોને પગલે આ વર્ષે નવરાત્રી પર પણ રોક લાગી શકે છે. જેવી રીતે ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા આ વખતે ઉત્સવ થી માંડીને મેળાઓની ઉજવણી પર રાજ્ય સરકારે રોક લગાવી દીધી છે. અને તેને જોતા હવે આગામી દિવસોમાં રુમઝુમ કરતા આવી રહેલી નવરાત્રી પર પણ પ્રતિબંધ લાગી શકે તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજ્યના ગરબા આયોજકોએ તમામ નિયમોનું પાલન કરી ગરબા માટે મંજૂરી આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે. મળતી માહિતી મુજબ અત્યારે ગરબા આયોજકો ગાંધીનગર પહોંચ્યા છે અને તેઓ રાજ્ય સરકાર સમક્ષ નવરાત્રી નિયમિત રીતે થાય તેની રજૂઆત કરશે જોકે સૂત્રોનું કહેવું છે કે ગરબા આયોજકની આ માંગને રાજ્ય સરકાર ફગાવી શકે છે કેમ કે, ગરબા સ્થળોએ હજારો લોકોની ભીડ એકઠી થાય છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનું નિયમોનું પાલન કરવું ખૂબ જ અઘરું છે. હવે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના પર ગરબા આયોજકો અને ખેલૈયાઓની નજર છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણીકભાઇનું 95 વર્ષની ઉંમરે નિધન

    અમદાવાદ-રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વર્ગસ્થ ધીભાઇ અંબાણીના મોટાભાઇ રમણીકભાઇ અંબાણીનું અમદાવાદમાં અવસાન થયું છે. તેઓ ૯૫ વર્ષના હતા. આ અંગેની પુષ્ટ્રી તેમના પરિવારે કરી છે. રમણિકભાઈ તેમના ભાઈ ધીભાઇ અંબાણીના જીવનમાં દરેક પડાવના સાક્ષી રહ્યા છે. રિલાયન્સની શરૂઆતમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિવારના એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, રમણીકભાઇએ ૯૫ વર્ષનું સંપૂર્ણ અને ઉમદા જીવન જીવ્યું હતું અને તેમના જીવન દરમ્યાન ભારતની સફળતાના સાક્ષી અને આજે અસ્તિત્વમાં રહેલા ઇતિહાસનો નાનો ભાગ બન્યા હતા. રમણિકભાઇ ૯૦ વર્ષના હતા ત્યાં સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેકટર મંડળમાં હતા.  ૧૯૨૪માં હીરાચદં અને જમુનાબેન અંબાણીના ત્રણ પુત્રોમાં તેઓ સૌથી મોટા હતા. તેઓ મૂળ જૂનાગઢના હતા. અન્ય બે ભાઈ ધીભાઈ અંબાણી અને નટૂભાઈ અંબાણી અને બે બહેનો હતી, જેમાં ત્રિલોચનબેન અને જસુમતિબેનનો સમાવેશ થાય છે.  રમણીકભાઇ અંબાણીની પત્નીનું ૨૦૦૧માં મૃત્યું થયું હતું. તેમના બાળકોમાં નીતા, મીના, ઇલા અને વિમલ અંબાણી, પાંચ પૌત્રો અને બે પૌત્રો છે. ઇલાએ ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલ સાથે લ કર્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલ તેમના જમાઇ છે. સૌરભ પટેલના ઈલા રમણિકભાઈની પુત્રી ઈલા સાથે થયા છે
    વધુ વાંચો
  • ગુજરાત

    વડોદરાની સેન્ટ્રલ જેલમાં 2 દિવસમાં 61 દર્દીઓ કોરોનાથી સંક્રમિત

    વડોદરા-વડોદરાની સેન્ટ્રલ એકસાથે 18 કેદીઓ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેવામાં આજે મધ્યસ્થ જેલનાં વધુ 43 દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ દર્દીને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, સોમવારે OSD ડો. વિનોદ રાવે સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી. અને જેલમાં 80 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી હતી. ગઈકાલે વડોદરા મધ્યસ્થ જેલમાં 18 જેટલા કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. આમ માત્ર 2 જ દિવસમાં સમગ્ર જેલમાં કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે. અને 2 દિવસમાં જેલની અંદર 61 કેદીઓને કોરોનાનું સંક્રમિત બન્યા છે. વડોદરા જેલમાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.  વડોદરામાં મૂકવામાં આવેલા ખાસ ફરજ પરના અધિકારી OSD ડો. વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ વડોદરા સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડમાં 80 બેડનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રૂપાણી સરકાર માત્ર 2 રૂપિયામાં નાગરિકોને માસ્ક આપશે, ક્યાંથી મળશે આ માસ્ક ?

    ગાંધીનગર- સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલ માસ્ક વગર જાહેરમાં નીકળો તો 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનાર લોકોને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હવેથી ગુજરાતમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનાર લોકોને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે હવે 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ નાગરિકો પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજયમા કોરોનાને કાબુમા લેવા નવો નિયમ, 1 ઓગસ્ટથી થશે લાગુ

    ગાંધીનગર-રાજ્યભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેવામાં એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો ને તેમજ જાહેરમાં થૂકનારા લોકો માટે દંડની રકમ વધારવાની જાહેરાત કરી છે.આગામી 1 ઓગસ્ટથી માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ આ દંડની રકમ રૂપિયા 200 છે, તે હવે 1 ઓગષ્ટ થી 500 રૂપિયા કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.
    વધુ વાંચો