મોસ્કો-

રશિયાના દાગેસ્તાન ક્ષેત્રમાં કેસ્પિયન સમુદ્રના કાંઠે 272 કેસ્પિયન સીલ રહસ્યમય રીતે મૃત મળી આવી છે. આ સીલ ચારે બાજુથી જમીનથી ઘેરાયેલા કેસ્પિયન સમુદ્રમાં જોવા મળે છે. રશિયન ફેડરલ ફિશરીઝ એજન્સી અનુસાર, 272 સીલ મૃત હાલતમાં મળી આવી છે. આ મૃત સીલ સુઝક અઝરબૈજાનની સરહદ સુધીના વિસ્તારમાં મળી આવી છે. આ સીલ વિશ્વના જોખમી પ્રાણીઓમાં શામેલ છે.

રસીયા ટુડે ટીવીના અહેવાલ મુજબ, આ સીલ કેવી રીતે મરી ગઈ તે અંગે હજુ સુધી ખાતરી થઈ શકી નથી. જ્યારે પ્રથમ શબ સમુદ્ર વિસ્તારમાં મળી આવ્યો ત્યારે કેસ્પિયન નેચર કન્ઝર્વેશન સેન્ટરના ડિરેક્ટર ઝૌર ગાપીઝોવે કહ્યું કે શિકારીઓ ચીનમાં બનેલા પ્લાસ્ટિકની જાળનો ઉપયોગ કરી રહ્યા છે, જે સીલના જીવને જોખમમાં મૂકે છે. આ ઉપરાંત સમુદ્રમાં મોટા પ્રમાણમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે, આનાથી સીલના જીવ જોખમમાં મુકાયા છે. 

સીલનાં મોતનાં કારણો શોધવા માટે મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો દાગેસ્તાન પહોંચ્યાં છે. તે જ સમયે કેટલાક નિષ્ણાતો દાવો કરે છે કે ખરાબ હવામાન અને રોગ અથવા ગંદા પાણીને કારણે આ સીલ મરી ગઈ છે. કેસ્પિયન સમુદ્ર એ વિશ્વનો સૌથી મોટો તળાવ છે, જેની આસપાસ અઝરબૈજાન, ઇરાન, કઝાકિસ્તાન, રશિયા અને તુર્કમેનિસ્તાન છે. આ તળાવ માછલીના ઇંડા અને તેલ માટે પ્રખ્યાત છે. તે આવા ઘણા જીવોનું ઘર છે જે આખા વિશ્વમાં ક્યાંય જોવા મળતું નથી. 

દાગેસ્તાન મોસ્કોથી 1500 કિ.મી. દક્ષિણમાં સ્થિત છે અને મુસ્લિમ વર્ચસ્વ ધરાવતું ક્ષેત્ર છે. આ વર્ષની શરૂઆતમાં, રશિયાના દૂરસ્થ વિસ્તાર કામચાટકા દ્વીપકલ્પ પર સેંકડો સમુદ્રના જીવો મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે અવચે બીચ પર મૃત માછલીઓ, પ્રોન અને કરચલા મળી આવ્યા છે. કામશેટકા ક્ષેત્ર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાં શામેલ છે.