16, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2772 |
લાખો મુસાફરો માટે ટોલ પ્લાઝા પર થતા વિલંબથી છૂટકારો મળશે
કેન્દ્ર સરકાર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી વ્યાવસાયિક વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવવા પર વિચારણા શરૂ કરી છે. જો આ યોજના અમલમાં આવશે તો દરરોજ લાખો મુસાફરો માટે ટોલ પ્લાઝા પર થતા વિલંબથી છૂટકારો મળશે અને મુસાફરી વધુ સરળ બનશે.
બસ એન્ડ કાર ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના સૂત્રો મુજબ, દેશમાં 92 ટકા પ્રાઈવેટ બસો રસ્તા પર દોડી રહી છે, જેની સંખ્યા લગભગ 20 લાખ છે. કન્ફેડરેશને મંત્રાલય સમક્ષ પૂરતી સુવિધાઓ ન મળવાની ફરિયાદ કરી હતી. તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ આશ્વાસન આપ્યું છે કે, જે રીતે ખાનગી કાર ચાલકો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ શરૂ થયો છે, તેવી જ સુવિધા રાજ્ય પરિવહન અને ખાનગી બસો તેમજ ટેક્સી ચાલકોને પણ આપવા પર વિચારણા ચાલી રહી છે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે, ટ્રાન્સપોર્ટેશન વાહનો વધુ ફેરા કરતા હોવાથી તેમની માટે વાર્ષિક પાસની રકમ વધુ હોવી જોઈએ. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલ વાર્ષિક ફાસ્ટ ટેગના પાસની રકમ કેટલી હોવી જોઈએ તેના પર અભ્યાસ ચાલી રહ્યો છે.