અમદાવાદમાં AMTS ડેપોની દીવાલ ધરાશાયી : એક યુવકનું મોત
16, સપ્ટેમ્બર 2025 અમદાવાદ   |   2079   |  

 દિવાલ પાસે પાર્ક કરેલા વાહનોમાં નુકસાન

અમદાવાદના નવા વાડજના AMTS બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી થઈ હતી, જેમાં એક યુવક દટાઈ જતાં તેનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, કાટમાળને દૂર કરવામાં આવ્યો હતો. આ ધટનામાં કેટલાક વાહનો પણ દબાઈ ગયા હોવાનું જાણવા મળે છે.દુર્ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS શ્રીનાથ બસ ડેપોની દીવાલ ધરાશાયી થઈ હતી. આ ધટનામાં પાસે ઊભેલા એક 30 વર્ષનો યુવાન સુરેશ ભરવાડ કાટમાળમાં દટાયો હતો. જોકે, દીવાલ પડતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક રેસ્ક્યુ કરીને યુવકને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ સિવાય આસપાસ પાર્ક કરેલા વાહનોને પર દીવાલ પડતા વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, AMTS બસ ડેપોની વર્ષો જૂની આ દીવાલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નહતું આવ્યું અને આજે અચાનક જ દીવાલ પડી જતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution