16, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
2772 |
તહેવારોમાં મુસાફરોની ભીડને ધ્યાને રાખી વિશેષ ટ્રેન દોડાવાશે
પશ્ચિમ રેલવેએ ગાંધીધામ અને ભાવનગરથી બે વિશેષ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ગાંધીધામથી કોલકાતાના સિયાલદહ અને ભાવનગરથી દિલ્હીના શકૂર બસ્તી વચ્ચે ટ્રેન દોડાવાશે.
રેલવે વિભાગે આગામી દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. જેમાં કચ્છના ગાંધીધામથી કોલકાતાને સાંકળતી વિકલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. 09437 નંબરની ટ્રેન ગાંધીધામથી દર બુધવારે 18:25 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 16:15 વાગ્યે કોલકાતાના સિયાલદહ પહોંચાડશે. જ્યારે રિટર્નમાં આ ટ્રેન દર શનિવારે વહેલી સવારે 05:15 વાગ્યે સિયાલદહથી ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 2 વાગ્યે ગાંધીધામ પહોંચાડશે.
આગામી 17 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ગાંધીધામથી બંગાળના સેન્ટ્રલ કોલકાતાના સિયાલદહને જોડતી ટ્રેનનો પ્રારંભ થશે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના 29 સ્ટેશનોને સાંકળતી ટ્રેન ત્રીજા દિવસે પહોંચશે. આમ 5 રાજ્યોમાંથી પસાર થઈને ટ્રેન પશ્ચિમ બંગાળ પહોંચશે.