દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; સહસ્ત્રધારામાં તારાજી
16, સપ્ટેમ્બર 2025 દહેરાદૂન   |   2574   |  

ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું, અનેક લોકોનું રેસ્કૂ કરાયું

ઉત્તરાખંડના દહેરાદૂનમાં સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટવાથી કેટલીક દુકાનો વહી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ, બે લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે.

ઉત્તરાખંડને ફરી એકવાર ભારે વરસાદ અને વાદળ ફાટવાની ધટનાથી જનજીવન ખોરવાઈ ગયું છે. સહસ્ત્રધારના કાર્લીગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી લોકો ભયભીત થયા હતા. આ ધટનામાં વિસ્તારની મોટી હોટલોને નુકસાન થયું છે, જ્યારે બજારમાં બનેલી 7-8 દુકાનો ધરાશાયી થઈ છે.

અહી 100 જેટલા લોકો ઘટનાસ્થળે ફસાયા હતા જેમને ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. વાદળ ફાટવાની માહિતી મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્રએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. SDRF, NDRF, જાહેર બાંધકામ વિભાગે રાત્રે જ કામ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં બે લોકો ગુમ થયા હોવાનની માહિતી મળી છે.

આજે સવારથી દહેરાદૂનમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે, આઈટી પાર્ક નજીક મોટા પ્રમાણમાં કાટમાળ ધસી ગયો હતો, જેના કારણે સોંગ નદીનું પાણીનું સ્તર ખૂબ વધી જતાં તંત્રએ નદીકાંઠે રહેતા લોકોને ચેતવણી આપી છે અને તેમને સુરક્ષિત સ્થળોએ જવા કહ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution