02, સપ્ટેમ્બર 2020
396 |
દિલ્હી-
રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ભારતમાં 2019માં દરરોજ સરેરાશ 318 લોકોએ આત્મહત્યા કરી. આ રીતે આખા વર્ષમાં કુલ 1,39,123 લોકોએ પોતાનો જીવ લઈ લીધો. એનસીઆરબીના આંકડાઓ અનુસાર, 2018ની તુલનામાં 2019માં આત્મહત્યાના મામલામાં 3.4%ની વૃદ્ધિ થઈ છે. ગયા વર્ષે જ્યાં 1,39,123 લોકોએ આત્મહત્યા કરી હતી, તો 2018માં 1,34,516 લોકોએ અને 2017માં 1,29,887 લોકોએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનાના 49.5ટકા કેસ માત્ર પાંચ રાજ્યમાં, 50.5 ટકા કેસ 24 રાજ્ય અને 7 કેન્દ્રશાસિત પ્રદશોમાં સામે આવ્યા છે.
ભારતમાં પ્રતિ એક લાખ વસ્તી પર આત્મહત્યાનો દર 2018ની તુલનામાં આ વર્ષે 0.2 ટકાનો વધારો નોંધાયો છે. શહેરોમાં આત્મહત્યાનો દર 13.9 ટકા રહ્યો, બીજી તરફ સમગ્ર દેશમાં આત્મહત્યાનો દર 10.4 થી ઘણો વધારે છે. 2017માં 1,29,887 જ્યારે 2018માં 1,34,516 આત્મહત્યા નોંધવામાં આવી હતી. આત્મહત્યાનો દર (એક લાખની વસ્તી પર)માં પણ 2018ની તુલનામાં આ વર્ષે 0.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. એનસીઆરબીના ડેટા મુજબ, 100 લોકોમાં 70.2% પુરુષ અને 29.8% મહિલાઓએ આત્મહત્યા કરી. ફાંસીથી 53.6 ટકા, ઝેર ખાઈને 25.8 ટકા, ડૂબવાથી 5.2 ટકા અને આત્મદાહ કરીને 3.8 ટકા લોકોએ આત્મહત્યા કરી.
આત્મહત્યાના 32.4% કેસોની પાછળ પારિવારિક વિવાદઃ એનસીઆરબીના ડેટા મુજબ, તેમાંથી આત્મહત્યાના 32.4% કેસો પાછળ પારિવારિક વિવાદ કારણ હતા. 5.5% આત્મહત્યાની પાછળ લગ્ન અને 17.1% આત્મહત્યા પાછળ બીમારી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.