વડોદરા-

વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા પાકા કામના ૫ કેદી વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઇ ગયા છે. આ મામલે જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ૫ દિવસ પહેલા જ વડોદરા સેન્ટ્રલ જેલના જેલરે ૭ કેદી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

કોરોનાના વાઈરસની મહામારીને પગલે ગુજરાતની ૨૯ જેલના કુલ ૧૭ હજાર જેટલા કેદીમાંથી અંદાજે ૨ હજાર જેટલા કેદીઓને ૬૦ દિવસની પેરોલ પર છોડવામાં આવ્યા હતા. રાજ્યની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી રોગચાળાની રોકથામ માટે સરકારે નક્કી કરેલા નિયમો અંતર્ગત કેદીઓને પેરોલ રજા પૂર્ણ થયા પછી જેલમાં આવવાનું હતું. જાેકે તેઓ સમય મર્યાદામાં હાજર ન થતાં જેલર એન.પી. રાઠોડે રાવપુરા પોલીસ મથકે ૫ કેદી વિરૂદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.