દાહોદ, તા. ૨૩ 

દાહોદ જિલ્લામાં તા. ૨૩ જુનને સવારે ૧૧ વાગ્યા સુધીમાં કોરોના સંક્રમણ બાબતની સ્થિતી જોઇએ તો હાલમાં જિલ્લામાં કોવીડ સંક્રમણના ૪ કેસો સક્રિય છે જયારે અત્યાર સુધીમાં કુલ ૪૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૪૨ દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે કુલ ૫૮૦૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૫૬૧૨ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જયારે ૧૪૫ કેસોના રીપોર્ટ પેન્ડીગ છે. જિલ્લામાં ૧૮ નાગરિકોને સરકારી કવોરન્ટાઇન અને ૫૪૯ નાગરિકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.