22, ઓગ્સ્ટ 2025
વોશીંગ્ટન |
2673 |
સુનામીનું એલર્ટ જાહેર, દ.અમેરિકામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો
દક્ષિણ અમેરિકામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.0 મપાઈ છે. જોકે પ્રાથમિક તબક્કે ભૂકંપને કારણે હજુ સુધી કોઇ જાનહાનિ કે અન્ય નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી પરંતુ આ વિસ્તારમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ અંગે મળતા અહેવાલ અનુસાર આ ભૂકંપના આંચકા ડ્રેક પેસેજ વિસ્તારમાં અનુભવાયા હતા. આ એક ઊંડો અને પહોળો દરિયાઈ માર્ગ છે જે દક્ષિણ પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ પૂર્વ પેસિફિક મહાસાગરને જોડે છે.
USGS ના ડેટા અનુસાર, ભૂકંપ 10.8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ડ્રેક પેસેજ એ દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચેનો દરિયાઈ માર્ગ છે. તે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડે છે અને તેને ખૂબ જ તોફાની અને ખતરનાક માનવામાં આવે છે. તેનું નામ સર ફ્રાન્સિસ ડ્રેકના નામ પરથી રાખવામાં આવ્યું છે.
ચિલીની નેવી હાઇડ્રોગ્રાફિક અને ઓશનોગ્રાફિક સર્વિસે સમગ્ર એન્ટાર્કટિકા ક્ષેત્ર માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જો કે, બાદમાં આ ચેતવણી દૂર કરવામાં આવી છે.