22, ઓગ્સ્ટ 2025
મોહાલી |
3069 |
અનેક ફિલ્મોમાંકામ કર્યું હતુ, 65 વર્ષે લીધા અંતિમ શ્વાસ
પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા અભિનેતા અને કોમેડિયન જસવિંદર ભલ્લાનું 65 વર્ષની વયે નિધન થયું છે. તેમની કોમેડી ટાઈમિંગ અને અનોખી સ્ટાઈલ માટે તેઓ પ્રખ્યાત હતા. તેમના દુનિયાભરમાં ચાહકો હતા. તેમના નિધનથી પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધેરા શોકની લાગણી ફેલાઈ છે. તેમણે 27 વર્ષની કારકિર્દીમાં અનેક પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું.
જસવિંદર ભલ્લા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચાર બાદ તેમના ઘરે કલાકારો અને ચાહકોની ભીડ જામી છે. ચાહકો ખૂબ જ ભાવુક થઈને પોતાના પ્રિય કલાકારના અંતિમ દર્શન કરવા પહોંચી રહ્યા છે.
જસવિંદર ભલ્લાના અંતિમ સંસ્કાર 23 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે મોહાલીના બલોંગી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
જસવિંદર ભલ્લાએ વર્ષ 1988માં તેમણે 'છન્નકટા 88'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને 10 વર્ષ પછી, 1998માં 'દુલ્લા ભાટી' ફિલ્મથી તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ 1999માં તેઓ ફિલ્મ 'માહોલ ઠીક હ 'માં ઈન્સ્પેક્ટર જસવિંદર ભલ્લાના રોલમાં જોવા મળ્યા.