રખડતાં શ્વાનને,શેલ્ટર હોમમાં ન રાખો, ખસીકરણ કરી જ તેમનાંજ વિસ્તારમાં પાછા છોડો
22, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   2970   |  

સુપ્રિમ કોર્ટનો મોટો ચુકાદો, કૂતરા માટે ગમે-ત્યાં ભોજન મૂકી શકાશે નહીં
દિલ્હીમાં રખડતાં કૂતરાઓને શેલ્ટર હોમમાં પૂરવાના આદેશનો સખત વિરોધ થયાં બાદ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા કૂતરાઓને છોડવાનો આદેશ આપ્યો છે. માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. તેમજ ખસીકરણ કરીને કૂતરાઓને છોડી મૂકવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટે આદેશમાં ફેરફાર કરતા કહ્યુ કે રખડતાં શ્વાન છે તેમને નસબંદી અને ટીકાકરણ કરીને તેમનાં તે જ વિસ્તારમાં પાછાં છોડી મૂકવામાં આવશે. આ સિવાય જે શ્વાનને હડકવાથી ચેપ લાગ્યો હોય અથવા જેમનું વર્તન આક્રમક દેખાય તેઓને છોડવામાં નહીં આવે. ત્યાં જ સેન્ટરમાં રાખવામાં આવશે. આ સિવાય જાહેર સ્થળો પર શ્વાનને ખવડાવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રખડતા કૂતરાંઓને ખોરાક અને પાણી પૂરું પાડવા અથવા તેમને ખવડાવવા માટે અલગ જગ્યાઓ બનાવવામાં આવશે. કોર્ટે કહ્યું કે ગમે ત્યાં ખાવા-પીવા માટે કંઈપણ આપવાને કારણે ઘણી ઘટનાઓ બની છે.
જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળ ત્રણ જજોની બેન્ચે આ નિર્દેશ આપ્યો છે. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ આ નોટિસ જાહેર કરી છે. દરેક મ્યુનિસિપલ વિસ્તારમાં રખડતાં કૂતરાઓના ભોજન માટે અલગથી જગ્યા બનાવવામાં આવશે. તેમજ નિર્ધારિત સ્થળ પર જ કૂતરાઓને ભોજન આપી શકાશે. જાહેર સ્થળો પર ગમે-ત્યાં ભોજન મૂકી શકાશે નહીં. આમ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution