અમેરિકામાં ઇરાદાપૂર્વકની હત્યાના બનાવોમાં ૩૦ ટકાનો વધારો
30, સપ્ટેમ્બર 2021 1485   |  

ન્યૂયોર્ક-

કોરોનાકાળની શરુઆત થઇ ત્યારે બંદુકોના વધતા વેચાણને જવાબદાર ગણી રહયા છે. ટેકસસ રાજયના હ્વુસ્ટન શહેરમાં બંદૂકોથી થતા હત્યામાં ૫૫ ટકાનો વધારો થયો છે. ૨૦૧૯માં ૨૨૧ હતી જે ૨૦૨૦માં ૩૪૩ નોંધાઇ છે. શસ્ત્રો સાથે રાખીને ફરવાની લાગણીના કારણે પણ હત્યાઓ વધી છે. એફબીઆઇનું માનવું છે કે જયોર્જ ફલોઇડની હત્યા પછી પોલીસ અને નાગરિકો વચ્ચેના અવિશ્વાસમાં વધારો થયો છે. સંઘીય રાજયો, શહેરો અને યુનિવર્સિટીઓ, કોલેજ અને એજન્સીઓ સહિકત ૧૬૦૦થી વધુ સ્થળોએથી ડેટા મેળવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ગન કલ્ચર વધતું જાય છે જે અમેરિકામાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે જાેખમી છે.

એક માહિતી મુજબ ૩૩ કરોડની વસ્તી ધરાવતા અમેરિકામાં ૩૫ કરોડથી વધારે હથિયાર લોકો ધરાવે છે. અસુરક્ષા અને ભયની ભાવના શસ્ત્રો ખરીદવા અને રાખવાની દુષ્પ્રેરણા આપે છે. જી ૨૦ દેશોમાં દક્ષિણ આફ્રિકા,બ્રાઝિલ અને રશિયામાં પ્રતિ વ્યકિત હત્યાનું પ્રમાણ વધારે જાેવા મળે છે. વિકસિત દેશોમાં અમેરિકામાં હત્યાનું પ્રમાણ વધતું જાય છે જે ચિંતાજનક છે. ફેરડલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ)ના જણાવ્યા અનુસાર અમેરિમાં ઇરાદાપૂર્વક થતી હત્યાની ઘટનામાં ૩૦ ટકાનો વધારો થયો છે એટલું જ નહી ૭૭ ટકા જેટલી હત્યાઓ માટે બંદુકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં હત્યાના વધેલા બનાવો ચિંતાજનક છે. રિપોર્ટ મુજબ હત્યામાં વધારો થયો તેમાં રાષ્ટ્રીય હતી ક્ષેત્રિય પ્રકારની નહી. દક્ષિણી લુજીયાનામાં હત્યાનો દર દેશમાં સૌથી વધારે છે. ગુના નિષ્ણાતો અને પોલીસ અધિકારીઓ ૨૦૨૦માં હત્યાના બનાવો વધ્યા તેનું વિશ્વલેષણ કરી રહયા છે પરંતુ કોઇ ચોકકસ તારણ પર આવી શકયા નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution