દિલ્હી-

કોરોના મહામારી સંકટ વચ્ચે દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્ર સરકારે ખુશખબર આપ્યા છે. સરકારે કર્મચારીઓને મળનારા વેરિએબલ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતથી લગભગ દોઢ કરોડ કેન્દ્રીય કર્મચારીઓના ચહેરા પર હાસ્ય જાેવા મળશે. તેનો ફાયદો કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને પણ થશે. કર્મચારીઓના પગાર ઉપરાંત તેમના પ્રોવિડન્ડ ફંડ અને ગ્રેચ્યુઈટી ઉપર પણ આ ર્નિણયની અસર જાેવા મળશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓ માટે વેરિએબલ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. કર્મચારીઓને વેરિએબલ મોંઘવારી ભથ્થું હે પહેલા ૧૦૫ રૂપિયા મહિના પ્રમાણે મળતું હતું તે હવે વધીને બમણું થયું છે. એટલે કે હવે ૨૧૦ રૂપિયા દર મહિને મળશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના આ ર્નિણયથી કેન્દ્ર સરકાર, રેલવે, ખાણ, ઓઈલ ફિલ્ડ્‌સ, પોર્ટ અને કેન્દ્ર સરકાર સંલગ્ન અન્ય કાર્યાલયોમાં કામ કરનારા લગભગ ૧.૫ કરોડ કર્મચારીઓને તેનો સીધો ફાયદો મળે તેવી આશા છે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ વેરિએબલ મોંઘવારી ભથ્થામાં વધારાનો ફાયદો કોન્ટ્રાક્ટ અને હંગામી રીતે કાર્યરત કર્મચારીઓને પણ મળશે.