વડોદરા, તા. ૧૬

ઠગ ટોળકીના જીગર શુકલએ એક ફર્મ ઉભી કરી બે બેંકમાં ખાતા ખોલાવી કમિશન લઇને જતીન પટેલ મારફતે સંદિપ પંડયાને આપ્યું હતું. જનીત પટેલ બેંકિગ અને લોન-વિમા ક્ષેત્ર સાથે સાથે સંકળાયેલા હોવાથી બેંકમાં તેના મિત્રો મારફતે પણ ખાતાઓ ખોલાવીને સંદિપ પંડયાને આપ્યા હતાં, જેના બદલામાં તેને સારૂ કમિશન મેળવ્યું હતું. સંદિપ પંડ્યા અલગ અલગ માણસોના નામે ફર્મ બેંકમાં ખાતાઓ ખોલાવી તેમજ બેંક ખાતાઓમાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબરના સિમકાર્ડ ભાવનગરના ખાલીદ પઠાણ પાસેથી મોટી રકમ આપી ગેમિંગમાં ઉપયોગના બહાને મેળવી લેતો હતો. ખાલીદ પઠાણ, રિયાઝ પઠાણને રૂપિયા આપીને તેની પાસેથી તેણે અન્ય લોકોના નામે રૂપિયાની લાલચ આપીને ઇશ્યુ કરેલા સિમકાર્ડ મેળવી લેતો હતો. આ રીતે તૈયાર થયેલા બેંક એકાઉન્ટમાં બેકિંગ કિટ અને સીમકાર્ડ પ્રદ્યુમનસિંહ વાઘેલાને રૂપિયા લઇ આપતો હતો. પ્રદ્યુમનસિંહ વાઘેલા તે કિટ અને સીમકાર્ડ સહઆરોપીઓને દુબઇ મોકલતો હતો.

આરોપીઓ ડિજીટલ બેકિંગ ક્ષેત્રમાં જુદી જુદી બેંકમાં રહેલી ખાસીયતોનો ફાયદો ઉઠાવીને ગેમિંગ અથવા ટેકસ બચાવવા માટે ખાતાઓ ખોલાવતા હતાં. તે માટે ભાડાના સરનામાં પર જુદા જુદા નામના બોર્ડ લગાવીને ટેમ્પરરી ધંધાનું વ્યવસાય કરવામાં આવતું હતું. એક જ દિવસમાં રજીસ્ટર્ડ ફર્મ બનાવીને તે સરનામા પર એક બે દિવસમાં જ વિવિધ બેંક એજન્ટને બોલાવીને ઘણા બધા બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા હતાં. આ ખાતાઓમાં એક બે દિવસમાં જ કરોડોનો વ્યવહારો કરીને ફ્રોડ આચરવામાં આવતુ હતું. સીમકાર્ડ કોઇને લાલચ અથવા તો ગેમીંગ અથવા ટેકસ બચાવવાના બહાને મેળવવામાં આવતા હતા. સીમકાર્ડ તેમજ બેંક ખાતાઓ વિદેશમાં મોકલવામાં આવતા હતા. આરોપી જીગર શુકલાએ ખોલેલા બેંક એકાઉન્ટમાં બેજ દિવસમાં ૬ કરોડથી વધુ ફ્રોડના નાણાંકિય વ્યવહારો થયા હતાં. પ્રાથમિક તપાસમાં બેંકનું ખાતું હોગકોગ, યુએઇ, કમ્બોડિયા જેવા દેશોમાં ઉપયોગમાં લેવાયેલુ હતું. સંદિપે પ્રદ્યુમન મારફતે ૩૦ થી વધુ બેંક ખાતાઓ અને સીમકાર્ડ દુબઇ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ પાસેથી મળી આવેલ બેંક એકાઉન્ટ વિરૂદ્ધ ૨૩ રાજયોમાં ફરિયાદો નોંધાઇ છે. આરોપીઓએ અત્યાર સુધીમાં બેંક ખાતાઓમાં કુલ ૨૨ કરોડથી વધુના નાણાંકીય વ્યવહારો કર્યા છે ડમી એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમના ગુનાઓ ટાસ્ક, જાેબ ઇન્વેસ્ટમેન્ટ, ફ્રોડ, ચાઇનીઝ લોન એપ, ચાઇનીઝ ગેમ્સ, ક્રિપ્ટો એપ-વેબ વગેરે ગેરકાયદેસર નાણાંકીય હેરફેર માટે ઉપયોગ થાય છે.

૨૨ કરોડના નાણાકીય વ્યવહારો

ઠગ ટોળકીના ડમી બેંક ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઇમના ગુનાઓ જેવા કે ટાસ્ક જાેબ ફોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ચાઇનીઝ લોન એપ ફ્રોડ, ચાઇનીઝ ગેમ્સ, ચાઇનીઝ ક્રિપ્ટો એપ વેબસાઇટ વગેરે જેવા ગેરકાયદેસરના નાણાંની હેરફેર માટે કરવામાં આવે છે. આરોપીઓ પાસેથી મળી આવેલ બેંક ખાતામાં કુલ ૨૨ કરોડના નાણાંકીય વ્યવહારો તપાસમાં બહાર આવ્યા છે.