શહેરની કેટલીક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલોમાં તેમના કેટલાક સ્ટેલબ દર્દીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે હોસ્પિટલના સંચાલકો દ્વારા ખાસ એમ્બયુલન્સ દ્વારા દર્દીઓને મતદાન મથક સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બેન્કર્સ ગ્રૂપ ઓફ હોસ્પિટલ દ્વારા તેમની હોસ્પિટલમાં દાખલ દર્દીને મતદાન માટે એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાયા હતા, જ્યાં તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.