આગામી તા.૮મી જાન્યુઆરીએ યોજાનાર ૧૦મી વડોદરા મેરેથોનની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ મેરેથોન દોડની તૈયારીના ભાગરૂપે આજે વહેલી સવારે પોલોગ્રાઉન્ડ ખાતેથી ૧૦ કિ.મી.ના પ્રોમો રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે મેરેથોનનો રૂટ બદલીને જૂના શહેરી વિસ્તારનો પણ સમાવેશ કરાયો છે.