બોલીવૂડની પીઢ અભિનેત્રી રેખાના બંગલાને કોન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મંગળવારે તેના સિક્યોરિટી ગાર્ડની કોરોના પરિક્ષણમાં પોઝિટિવ આવતા મુંબઇ નગર પાલિકાએ આ પગલું ભર્યું છે.

બુધવારે તેના બંગલાને કોન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યો. નગર પાલિકાએ આજુબાજુના બંગલાના કર્મચારીઓના પણ તબીબી પરિક્ષણ કર્યા હતા. મુંબઇના બાંદરાના બેન્ડસ્ટેન્ડ પર રેખાનો બંગલો નંબર ટુ આવેલો છે.

જે એરિયા સી સ્પ્રિંગચસ તરીે જાણીતો છે. રેખાને તેના સ્ટાફમાંથી કોઇને કોરોના થયાનો શક પડયો હતો. તેણે નગર પાલિકાને તબીબીબ પરિક્ષણ માટે કહ્યું હતુ. જેમાં સિક્યોરિટી ગાર્ડની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી હતી.

ગાર્ડને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ સિક્યોરિટી ગાર્ડ સી સ્પ્રિંગસના બંગલોના અને આજુબાજુના બિલ્ડિંગોના કર્મચારીઓના સંપર્કમાં હતો. જે તમામના તબીબી પરિક્ષણ કરવામાં આવ્યા છે.

જેમાંથી ઘણાને શ્વાસની તેમજ અન્ય તકલીફોની ફરિયાદ જોવા મળી હતી. આ દરેકના ઇન્ફેકશનને લગતા તબીબી પરિક્ષણ કરવામાં આવ્યા છે. આ એરિયાને કોન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.