અમદાવાદ-

અમદાવાદના એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે એક નવી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પ્રવાસીને એક ટર્મિનલ થી બીજા ટર્મિનલ જવા માટે સામાન સાથે ચાલતા જવું પડતું હતું અથવા તો રીક્ષા વાળા ઊંચું ભાડું વસુલ કરીને લઈ જતા હતા તે પરેશાની હવે ખતમ થઈ જશે, વર્ષોથી બંધ પડેલી શટલ સર્વિસ ને હવે શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના આધારે પ્રવાસીઓને ટર્મિનલ-1 થી ટર્મિનલ-2 જવા માટે ફ્રીમાં શટલ સેવાનો ઉપયોગ કરી શકે છે, આ શટલ બંને ટર્મિનલમાં મુકવામાં આવી છે, જેમાં એક સાથે ત્રણ પ્રવાસી પોતાની લગેજ બેગ સાથે બીજા ટર્મિનલ ઉપર આસાનીથી પહોચી શકશે, તેના માટે એરપોર્ટ ઓથોરીટી દ્વારા કોઈ ચાર્જ લેવામાં નહિ આવે. અત્યાર સુધીમાં બંને ટર્મિનલ ઉપરથી કનેક્ટિંગ ફ્લાઇટ નહીં હોવાથી રૂપિયા 85 કરોડ રૂપિયાનુ ટ્રાવેલેટર ધૂળ ખાતુ હતુ તેને હવે ફરીથી શરુ કરવામાં આવી રહ્યુ છે. લગભગ વર્ષો પહેલા આ ટ્રાવેલેટર બનાવવામાં આવ્યુ હતુ, જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ વચ્ચે કોઈ કનેક્ટિંગ ફ્લાઇટ નહીં હોવાથી આ ટ્રાવેલેટર ધૂળ ખાતુ હતુ જેને હવે ફરીથી શરુ કરવામાં આવનાર છે.