દિલ્હી-

બ્રિટનની સરકારે ભારતમાં કોરોનાની સ્થિતિ જોતા ભારતથી આવતા કોઈપણ વ્યક્તિને બ્રિટનમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકતા એરઈન્ડીયાએ તેની બ્રિટન સાથેની વિમાની સેવાઓ હાલ રદ કરી છે. અને પરિસ્થિતિ અંકુશમાં આવે તે બાદ જ ફલાઈટ ફરી શરૂ કરાશે. એર ઈન્ડીયાએ તા.24થી30 એપ્રિલ સુધીની ભારત આવતી ભારતથી જતી તેની તમામ વિમાની સેવાઓ હાલ રદ કરી દીધી છે.