દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વિવિધ વિસ્તારોમાં અમી છાંટણા
15, જુન 2022

વડોદરા,તા. ૧૪

દિવસ દરમ્યાન વાદળછાયા વાતારણ વચ્ચે વિવિધ વિસ્તારોમાં અમીછાટણાં વરસતા બફારાની સ્થિતી જાેવા મળી હતી. ધીમી ધારે વરસતા વરસાદના કારણે ગરમીના પ્રમાણમાં ૨.૮ ડીગ્રી સેન્ટીગ્રેડનો વધારો જાેવા મળ્યો હતો. ગરમીના પ્રમાણમાં વધારો નોંધાતા લોકો અસહ્ય બફારાથી બફાયા હતા. તે સાથે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૭.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૭.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વાતાવરણમાં ભેજનું દબાણ દિવસ દરમ્યાન ૭૧ ટકા અને સાંજ દરમ્યાન ૪૭ ટકા નોંધાયું હતું. તે સિવાય વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૦૩.૨ મીલીબાર્સ સાથે દક્ષિણ - પશ્ચિમ દિશા તરફથી ૧૨ કી.મી.ની ઝડપે પવનો ફૂંકાયા હતા.તે સાથે જ આ વર્ષે વર્ષાઋતુની શરુઆત વહેલી થઈ હોવાથી સાવચેતીના પગલા સ્વરુપે કલેકટર કચેરી ખાતે આવેલ આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા કુદરતી આફતથી બચવા માટે એક હેલ્પ લાઈન જાહેર કરવામાં આવી છે. જેની મદદથી તાત્કાલિક પણે શહેરીજનો મદદ મેળવી શકે છે. તેમના દ્વારા મોબાઈલ નંબર ૮૮૬૬૬૨૧૫૧૪/૦૨૬૫ – ૨૪૨૭૫૯૨ અને ટોલ ફ્રી ૧૦૭૭ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution