આંદામાન નિકોબાર-

આંદામાન નિકોબાર માં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્રએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપના આંચકા ઇસ્ટ પોર્ટબ્લેયરથી 250 કિલોમીટર દૂર અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 નોંધાઈ છે. જોકે, ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી.

આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરના કટરામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ પૂર્વ કટરાથી આશરે 88 કિમી દૂર આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજીના નેશનલ સેન્ટરના જણાવ્યા અનુસાર, આજે સવારે 4:55 વાગ્યે આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ધરતીકંપ 3.9 ની તીવ્રતા નોંધાઈ છે