24, ડિસેમ્બર 2021
396 |
વડોદરા , તા. ૨૨
સામાજીક કાર્યક્રર કમલેશ પરમાર દ્વારા વિટકોસ સીટી બસ સ્ટેશન ખાતે પ્રાથમિક સવલતોની અછત હોવાની સાથે ફાયર સેફટીની પણ સુવિધાઓ બસમાં ન હોવાથી વિટકોસના સંચાલકને આવેદન પત્ર આપીને વિરોધ રજૂ કરીને સગવડો પૂરી પાડવા માટે અપિલ કરી હતી.
વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ સીટી બસ સ્ટેશન ખાતે વિટકોસ કંપનીના સંચાલકો દ્વારા પ્રાથમિક જરુરીયાતો જેવી કે, ફાયર સેફટીનો અભાવની સાથે વિવિધ બસોમાં ફાયર સેફટીના બોટલો એક્સપાયર્ડ હાલતમાં જાેવા મળ્યા હતા. અનેક કંડકટરોને સેેફટીના સાધનોનો વપરાશ કરતા પણ નથી આવડતો , શૌચાલય નો વપરાશ પણ નાંણા આપીને કરવા દેવામાં આવે છે. આવા તમામ પ્રકારની અ સુવિધાઓને ધ્યાનમાં રાખીને જાહેર જનતાના હિત માટે સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદન પત્ર આપીને જાે આવનારા દિવસોમાં કામગીરી નહી થાય તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.