17, સપ્ટેમ્બર 2021
3366 |
અમદાવાદ-
બેંકીંગ ક્ષેત્રના એક સૂત્ર અનુસાર આ કેસોમાં ડીજીટલ, નોન ડીજીટલ ફ્રોડ ઉપરાંત એટીએમ મશીનમાં કેસ લોડીંગ કરનાર થર્ડ પાર્ટી એજન્સીા, કાર્ડ સ્કીગમીંગના ડેબીટ કાર્ડ પીન સંબંધી કેસ વગેરેનો સમાવેશ થાય છે.બેંકીંગ ક્ષેત્રના ફ્રોડમાં ૨૦૨૦માં ગુજરાતમાં વધારો થયો હોવાનું એનસીઆરબીનો રીપોર્ટ જણાવે છે. આ રીપોર્ટ અનુસાર ક્રાઇમ રેટ (દર એક લાખની વસ્તી એ કેસની સંખ્યાઆ) ગુજરાતમાં ૦.૧ છે. જે ૨૦૧૯ના ૦ની સરખામણીમાં વધી છે. બેંક ફ્રોડના કુલ કેસ ૨૦૧૯ના ૨૬ની સામે ૨૦૨૦માં વધીને ૬૦ એટલે કે ડબલથી પણ વધારે થયા છે. તો ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડને પણ ગણત્રીમાં લેવામાં આવે તો ફ્રોડ કેસ ૪૭માંથી ૬૧ આ સમયગાળામાં થયા છે.