ભારતીય સ્ક્વૉડની જાહેરાતના બીજા દિવસેજ BCCIએ અગરકરનો કૉન્ટ્રૅક્ટ લંબાવ્યો
22, ઓગ્સ્ટ 2025 મુંબઈ   |   2376   |  

એક સિલેક્ટરને હટાવવાની તૈયારી

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત બે દિવસ પૂર્વેજ કરાઈ છે. ત્યારે ભારતીય ટીમની જાહેરાત બાદ BCCI દ્વારા અજિત અગરકરનો કૉન્ટ્રૅક્ટ બદલી નાખવામાં આવ્યો છે. હવે મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરનો કૉન્ટ્રૅક્ટ જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે.

આ સંદર્ભે મીડિયા રિપોર્ટ પ્રમાણે BCCI એ થોડા મહિના પહેલા અજિત અગરકરને રાખવાનો નિર્ણય લીધો હતો. તેમના આવ્યા પછી BCCI ભારતીય ક્રિકેટમાં અનેક સિદ્ધિઓ મળી છે.

અજીત અગરકરને જૂન 2023 માં આ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી, જેના પછી તેમણે ભારતને ઘણી સફળતાઓ અપાવી હતી. ICC ઇવેન્ટ્સમાં મોટી જીત અપાવી હતી. ભારત 2024 માં T20 વર્લ્ડ કપ 2024 નું ટાઈટલ જીત્યુ અને 2025 ની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ભારતે 2023 માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પણ સ્થાન મેળવ્યું હતું.

અગરકરનો કાર્યકાળ રણનીતિક નેતૃત્વ પરિવર્તન દ્વારા પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તેમના નેતૃત્વમાં પસંદગીકારોએ ટેસ્ટ કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવી અને T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી હતી. હાલની વર્તમાન પસંદગી કમિટીમાં અજિત અગરકર ઉપરાંત એસએસ દાસ, સુબ્રતો બેનર્જી, અજય રાત્રા અને એસ શરથનો સમાવેશ થાય છે. જોકે, સપ્ટેમ્બરમાં યોજાનારી BCCI વાર્ષિક સામાન્ય સભામાં પેનલમાં ફેરફાર થવાની શક્યતા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution