08, માર્ચ 2021
ગોધરા-
ગોધરાના ઉત્તમ નગરમાં રહેતી મહીલા હીરાબેનનો મરણનો દાખલો તેની પાસે આ વતાં તેઓ ચોંકી ઉઠયા હતા. પોતે જીવિત હોવા છતાં પાલિકાના મરણ નોધણી વિભાગે તેમના મરણનો દાખલ કેવી રીતે કાઢી આપ્યો તેજાણવા ધક્કા ખાઇને કંટાળી જતાં આખરે જીવીત મહિલાએ પોતે કેવી રીતે મૃત્યુ પામી તેની આ રટીઆ ઇ અરજી દાખલ કરતાં ચકચાર મચી જવા પામ્યો હતો. ગોધરા નગર પાલિકા તંત્રની બેદરકારીને પગલે જીવીત મહિલાનો મરણનો દાખલો કાઢી આપવામાં આવતા મહિલાનો પાલિકા તંત્ર સામે રોષ જાેવા મળ્યો હતો.
ગોધરામાં ઉત્તમ નગરમાં રહેતી મહિલાનો પતિ ભુરાભાઇ બારીઆ જે ગોધરા નગર પાલિકાના બાગ વિભાગમાં ફરજ બજાવતો હતો. અને તેના મૃત્યુબાદ હાલ તેની પત્નિ હીરાબેન ભુરાભાઇ બારીઆ પેન્શન પણ મેળવી રહી છે. તેમ છતા ગોધરા પાલીકાના જન્મ મરણ વિભાગ દ્વારા કોઇ પણ જાતની તપાસ કર્યા વગર તા. ૧૮ ઓગષ્ટ ૨૦૨૦ના દિવસનો મરણનો દાખલો કાઢી આપતા મહિલા રોષે ભરાઇ હતી. અને નગર પાલીકામાં તા. ૨૦ ફેબ્રુઆરીના રોજ માહીતી માંગી હતી કે મારા મરણના દાખલાની કોને માંગણી કરી હતી, મરણના કયા આધાર પુરાવા રજુ કર્યા છે. તેની માંગ કરી હતી. પરંતુ પાલીકા તંત્ર દ્વારા કોઇ જવાબ નહી આવતા મહિલાનો પાલિકા તંત્ર સામે રોષ જાેવા મળ્યો હતો. હવે જાેવાનું રહ્યુ કે પાલિકા દ્વારા સાચી તપાસ કરી જીવતી મહિલાને હયાતીનું પ્રમાણ પત્ર આપી બેદરકારી દાખવા બદલ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આ વે તે જરૂરી છે.