વોશ્ગિટંન-
અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાયડને કાર્યભાર સંભાળ્યા બાદ પહેલી વાર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાતચીત કરી. બાયડને ચીની રાષ્ટ્રપતિ સાથે પહેલી જ વાતચીતમાં માનવાધિકાર, વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને લઈને કડક સંદેશ આપી દીધો.
બાયડને યુરોપ અને એશિયામાં તમામ સહયોગિઓની સાથે ફોન પર વાતચીત કરી ચૂક્યા છે. બાયડને એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ફક્ત અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે નહીં પરંતુ દુનિયાની લોકતાંત્રિક વ્યવસ્થાઓ તરફથી ચીનને પહોંચી વળશે. બાયડન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ ચેનલ એનબીસીને કહ્યું કે કે અમેરિકા ચીનની ભૂલોને લઈને જવાબદેહી નક્કી કરવા બાકી દેશોનો સહકાર ઈચ્છે છે.
વ્હાઈટ હાઉસ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાયડને જિનપિંગ સાથેની વાતચીતમાં ચીનની દાદાગીરી અને ખોટી આર્થિક નીતિઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત બાયડને માનવાધિકારના મુદ્દાને ઉઠાવ્યો અને હિંદ પ્રશાંત ક્ષેત્રને મુક્ત બનાવી રાખવાની વાત કરી. બન્ને નેતાઓની વચ્ચે કોવિડ ૧૯, જળવાયુ પરિવર્તન અને અન્ય મુદ્દાઓ પર સહયોગ વધારવાના લઈને ચર્ચા થઈ.
બાયડને ટિ્વટ કર્યું કે મે આજે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી અને તેમને ચીની નવ વર્ષની શુભકામનાઓ આપી. મે ચીનની આર્થિક નીતિઓ, માનવાધિકારોના ઉલંઘન અને તાઈવાનમાં તેની દાદાગિરીને લઈને ચિંતા પણ વ્યક્ત કરી. મે તેમને જણાવી દીધું કે ચીન સાથે ત્યારે કામ કરીશ જ્યારે તેનાથી અમેરિકાના લોકોને ફાયદો થશે.
ત્યારે ચીની સરકારી મીડિયા મુજબ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે સહયોગ જ બન્ને પક્ષો માટે યોગ્ય વિકલ્પ છે. શી જિનપિંગે કહ્યું કે અમેરિકા અને ચીનને કોવિડ મહામારી, વૈશ્વિક આર્થિક સંકટ અને ક્ષેત્રીય સ્થિરતા જેવા મુદ્દા પર મળીને કામ કરવાની જરુર છે. જિનપિંગે કહ્યું કે ચીન અને અમેરિકાની વચ્ચે મુદ્દાઓ પર મતભેદ છે પરંતુ યોગ્ય એ જ છે કે આપણે એક બીજાનું સન્માન કરીએ. એક બીજાને બરાબરીથી જાેઈએ અને સકારાત્મક રીતે વિવાદિત મુદ્દાઓનો ઉકેલ શોધીએ.
Loading ...