વડોદરા, તા.૧૧

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક ન્યાય મંદિર ખાતે સિટી હેરીટેજ મ્યુઝિયમ,હેરીટેજ સ્ક્વેર અને ઈન્ટર નેશનલ કલ્ચરલ સેન્ટર ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કામગીરી માટે ડિઝાઈન અને ટેકિ્‌નકલ એજન્સીની નિમણૂંક કરવા રસ ધરાવતા આર્કિટેક પાસેથી એક્સ પ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે.

શહેરની મધ્યમાં આવેલી ઐતિહાસિક ન્યાયમંદિર ઈમારતને રાજ્ય સરકારે વડોદરા કોર્પોરેશનને સુપ્રત કરાયા બાદ ન્યાયમંદિરમાં સિટી હેરીટેજ મ્યુઝિયમ,ઈન્ટરનેશનલ કલ્ચરલ સેન્ટર તેમજ ન્યાયમંદિર અને આસપાસના વિસ્તારને સિટી હેરીટેજ સ્ક્વેર તરીકે વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત ઐતિહાસિક ન્યાયમંદિર ઈમારતની ભવ્યતાને નડતરરૂપ અને વર્ષો જૂના પદ્માવતી શોપીંગ સેન્ટરને દૂર કરવાની ચર્ચા પણ શરૂ થઈ છે.

કોર્પોરેશનને બજેટમાં ન્યાયમંદિરને હેરીટેજ સ્કવેર તરીકે વિકસાવવા માટેની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા આર્કિટેક્ચરલ ફર્મ, એજન્સીસ, આર્કિયોલોજીકલ એન્ડ આર્કિટેક્ચરલ એન્ડ આર્કિટેક્ચરલ કન્ઝર્વેશન ફર્મ ફોર એપોઈન્ટમેન્ટ ઓફ ડીઝાઈન ઓફ સિટી હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ સ્કવેર અને સિટી નેશનલ કલ્ચરલ સેન્ટર માટે અરજીઓ મંગાવી છે.

આ તમામ એજન્સીઓ આવતીકાલથી તેમનું ઈઓઆઈ પાલિકાની કચેરીએ રજૂ કરી શકશે. તા.૧૮મીએ ઈઓઆઈ બીડર સાથે બેઠક અને ત્યાર પછી રસ દાખવનાર એજન્સી સાથે પ્રેજન્ટેશન મિટિંગનું આયોજન કરવામાં આવશે. આમ હવે, પાલિકા તંત્ર દ્વારા ન્યાય મંદિર ખાતે સિટી હેરિટીજ મ્યુઝિયમ ,ઈન્ટરનેશનલ કલ્ચરલ સેન્ટર તેમજ ન્યાય મંદિર, સુરસાગર અને આસપાસના વિસ્તારને હેરિટેજ સ્કવેર તરીકે વિકસાવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં અનેક ઐતિહાસિક ધરોહર છે. ત્યારે ન્યાયમંદિર અને આસપાસના વિસ્તારોને સિટી હેરિટેજ સ્કવેર તરીકે વિકસાવી તેને વડોદરાને હેરીટેજ સિટીનો દરજ્જાે મળે તે માટેના પ્રયાસો પણ દંડક બાળકૃષ્ણ શુક્લએ હાથ ધર્યા છે.