દિલ્હી-

હવે કેટલાક ખાસ ક્ષેત્રોના કર્મચારીઓ તેમના પીએફ ખાતાના UAN ને 31 ડિસેમ્બર 2021 સુધી આધાર નંબર સાથે લિંક કરાવી શકે છે બાકીના કર્મચારીઓ માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી જ છે.ઉલ્લેખનીય છે કે ઈપીએફઓ મેમ્બર્સ માટે તેમના ઈપીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવવું અનિવાર્ય છે.ઈપીએફઓએ એક ટ્વિટ કરીને તારીખ લંબાવવાની માહિતી આપી હતી. જોકે આ છૂટ ફક્ત નોર્થ ઈસ્ટ વિસ્તારો અને કેટલાક ખાસ પ્રકારની સંસ્થાઓ માટે અપાઈ છે. બાકીના વિસ્તારોના કર્મચારીઓ માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવી છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)માં નોંધણી થતાં જ કર્મચારી સંસ્થાનો સભ્ય બને છે અને તેને 12 આંકડાનો યુએએન (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) પણ જારી કરવામાં આવે છે. આ નંબર ઇપીએફઓ સુવિધાઓનો ઓનલાઇન ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. UAN અને આધાર લિંક ન હોય તો શું થાય જો તમે હવે તમારા ઇપીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક નહીં કરો તો કંપની તરફથી પીએફફાળો અટકાવી શકાય છે. તમને ઇપીએફ ખાતામાં જમા પૈસા ઉપાડવામાં પણ મુશ્કેલી પડી શકે છે.