અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ૬૦માંથી ભાજપનો ૪૬ બેઠક પર વિજ્ય

નવી દિલ્હી:અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. ૬૦ વિધાનસભા બેઠકો ધરાવતા અરુણાચલ પ્રદેશમાં ભાજપે ૧૦ બેઠકો બિનહરીફ જીતી લીધી હતી અને હવે મતગણતરી બાદ આંકડો એ પણ સામે આવ્યો કે ભાજપ અહીં ૪૬થી વધુ બેઠકો જીતી ગયો છે. ભાજપને કુલ ૪૬ બેઠકો મળી છે.જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને ૫, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને ૩, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (પીપીએ)ને ૨ અને કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી છે. જ્યારે અપક્ષ પણ ૩ બેઠક જીત્યા છે. એનસીપીએ અહીં મજબૂત પ્રદર્શન કર્યું હોય તેવું લાગે છે. એટલે જ તેણે કોંગ્રેસ કરતાં પણ વધુ ૨ બેઠકો અહીં જીતી બતાવી હતી. અરુણાચલ પ્રદેશમાં બહુમતીનો આંકડો ૩૧ બેઠકોનો છે. ભાજપ અહીં એકલા હાથે તેના કરતાં વધુ બેઠક જીતી જવામાં સફળ રહ્યો છે. ૬૦ સીટોવાળી અરુણાચલ વિધાનસભામાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હતો. ભાજપે તમામ ૬૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે માત્ર ૧૯ બેઠકો પર ચૂંટણી લડી હતી. અરૂણાચલ પ્રદેશ વિધાસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર ભાજપની સરકાર બની રહી છે. ભગવા પાર્ટીએ રાજ્યની ૬૦ સીટોમાંથી ૪૬ સીટો પર જીત મેળવી છે. કોંગ્રેસે માત્ર એક સીટથી સંતોષ કરવો પડ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution