જાન્યુઆરી ૨૦૨૫માં વસતી ગણતરી શરૂ થશે?
10, ઓક્ટોબર 2024 495   |  

નવી દિલ્હી: દેશમાં આગામી જાન્યુઆરી ૨૦૨૫થી વસ્તી ગણતરીની શરૂઆત થવાની શક્યતાઓ સેવાય રહી છે. સેન્સસ રજિસ્ટ્રારે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી રાજ્યોને તેમના મંડળો, જિલ્લાઓ, પેટા વિભાગો, તાલુકાઓ અને ગામડાઓની સીમાઓ બદલવાની પરવાનગી આપતો આદેશ આપ્યો છે. અગાઉ આ મર્યાદા ૩૦ જૂન સુધી હતી.

દેશમાં વસ્તી ગણતરી શરૂ કરતાં પહેલા સરકારી સરહદોને સીલ કરવી પ્રથમ શરત હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે, ૧ જાન્યુઆરી ૨૦૨૫ પછી કોઈપણ સમયે વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. કારણ કે, સેન્સસ રજિસ્ટ્રાર દ્વારા ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી રાજ્યોને સીમામા ફેરફાર કરવાની પરવાનગી આપી છે. જે બાદ સીમા સીલ કરે દેવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં સરકારી સરહદો સીલ કરવાના આદેશો વધી રહ્યા છે. આ જાેતાં એવી આશા વ્યક્ત કરાઇ રહી છે કે, સપ્ટેમ્બરમાં વસ્તી ગણતરી શરૂ થશે.

અત્યાર સુધી વસ્તી ગણતરી દર ૧૦ વર્ષે થતી હતી. જેની શરૂઆત ૧૮૮૧થી થઇ હતી. જે અનુસાર છેલ્લી વસ્તી ગણતરી ૨૦૨૧માં થવાની હતી. જે વિલંબીત થઇ છે. સામાન્ય રીતે વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં બેથી અઢી વર્ષનો સમય થાય છે. હવે, ૨૦૨૫માં વસ્તી ગણતરી કરવામાં આવનાર છે. જેની સાથે જ વસ્તી ગણતરીનું નવુ ચક્ર શરૂ થશે. જે બાદ આગામી વસ્તી ગણતરી ૨૦૩૫ અને તે બાદ ૨૦૪૫માં થશે. આ વખતે વસ્તી ગણતરી ડિજિટલ હશે અને સેલ્ફ-એન્યુમરેશન એપની પણ મદદ લેવાશે. વસ્તી ગણતરીની કવાયત જે ૩ વર્ષમાં ફેલાયેલી છે તે ૧૮-૨૪ મહિનામાં પૂર્ણ કરવાના પ્રયાસો કરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution