/
ચિકકારંગપ્પાએ ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશીપ જીતી

અમદાવાદ 

બેંગલુરુના ચિકકારંગપ્પાએ શુક્રવારે અહીં ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ ૨૦૨૧ ના અંતિમ રાઉન્ડમાં શાનદાર ચાર અંડર ૬૮ કાર્ડ રમીને ટ્રોફી જીતી હતી. ૨૭ વર્ષીય ચિકકારંગપ્પાનો કુલ સ્કોર નવ-અંડર ૨૭૯ અને ત્રણ શોટની લીડથી પીજીટીઆઈમાં તેની ૧૩ મી જીત નોંધાઈ હતી. આ તેની કારકિર્દીનું ૧૪ મુ ટાઇટલ હતું. કોલકાતાના વિરાજ મડપ્પાએ અંતિમ દિવસનું શ્રેષ્ઠ કાર્ડ સાત-અંડર ૬૫ રમીને તે કુલ છ-અંડર ૨૮૨ ના કુલ સ્કોર સાથે રનર અપ રહ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution