અમેરિકાને પાછળ રાખીને ચીનની નૌસેના બની દુનિયાની સૌથી મોટી નેવી
03, સપ્ટેમ્બર 2020

વોશ્ગિટંન-

ભારત સહિતના પાડોશી દેશો પર દબાણ વધારવા માટે ચીન પોતાની લશ્કરી તાકાતમાં સતત વધારો કરી રહ્યું છે.

ચીન દરિયાઈ મોરચે એશિયામાં એકચક્રી શાસન સ્થાપવા માંગે છે અને તેના માટે તેણે પોતાની નૌસેનામાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત નવા જહાજાે સામેલ કરવાનુ ચાલુ રાખ્યુ છે.પરિણામ સ્વરુપે હવે ચીનની નૌ સેના દુનિયાની સૌથી મોટી નૌ સેના બની ગઈ છે.ચીને આ બાબતમાં અમેરિકાને પણ પાછળ રાખી દીધુ છે.ચીન પાસે 350 યુધ્ધ જહાજાે અને સબમરીન છે.જ્યારે અમેરિકા પાસે 293 જહાજાે અને સબમરીન છે.જાેકે આ આંકડાની રીતે થયેલી સરખામણી છે પણ તાકાત અને આધુનિકતાની રીતે જાેવામાં આવે તો અમેરિકા બહુ આગળ છે.કારણકે અમેરિકા પાસે ૧૧ તો વિમાન વાહક જહાજાે છે.આ દરેક જહાજ પર 80 થઈ 90 જેટલા ફાઈટર જેટ્‌સ હંમેશા તૈનાત રહેતા હોય છે.જ્યારે ચીન પાસે આવા બે જ જહાજાે છે.

આની સરખામણીમાં ભારતીય નૌ સેનાની તાકાત ઓછી છે.ભારત પાસે હાલમાં એક જ વિમાન વાહક જહાજ છે.બાકી 70 જેટલા અલગ અલગ પ્રકારના જહાજાે અને 15 સબમરિન તથા બે ન્યુક્લિયર સબમરિન છે. પેન્ટાગોનનો રિપોર્ટ કહે છે કે, ચીન ભારતની ચારે તરફ એક ડઝનથી વધારે દેશોમાં પોતાના લશ્કરી મથકો સ્થાપવાની તૈયારી કરી રહ્ય્š છે.જેનો ઉદ્દેશ પોતાની સેનાની ત્રણે પાંખોને મજબૂતી આપવાનો છે.આ મિલિટરી બેઝ થકી ચીન અમેરિકાના મિલટરી અભિયાનોમાં પણ હસ્તક્ષેપ કરવાની યોજના બનાવી રહ્ય્š છે. ચીન આગામી 10 વર્ષમાં પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા પણ બમણી કરશે તેવી આગાહી આ રિપોર્ટમાં કરવામાં આવી છે


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution