મહાનગરપાલિકાની ચૂંટાયેલી નવી પાંખની બેઠક સુધી કમિશનરો સંભાળશે વહીવટઃ CMનો નિર્ણય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ડિસેમ્બર 2020  |   3960

અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત 13 ડિસેમ્બરના રોજ પૂરી થતાં આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી મહાનગરપાલિકાઓના વહીવટી વડા તરીકે હાલ કાર્યરત મ્યુનિસિપલ કમિશનરો જ રોજબરોજની કામગીરી કરવાના આદેશ કર્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો આવી રોજિંદી કામગીરી જ સંભાળશે. આ સમય દરમિયાન તેઓ કોઇ નીતિવિષયક નિર્ણયો લઇ શકશે નહી. મહાનગરોમાં રોજબરોજના નાગરિક સુખાકારી કામો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત 13 ડિસેમ્બરના રોજ પૂરી થતાં આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી મહાનગરપાલિકાઓના વહીવટી વડા તરીકે હાલ કાર્યરત મ્યુનિસિપલ કમિશનરો જ રોજબરોજની કામગીરી કરવાના આદેશ કર્યા છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution