05, ઓગ્સ્ટ 2021
990 |
લોકડાઉન-
ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેર મેલબોર્નમાં ગુરુવારે છઠ્ઠુ લોકડાઉન લાગવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના એક નેતાએ દેશમાં ચાલી રહેલા ધીમા કોવિડ-૧૯નું રસીકરણનું રોલઆઉટ જવાબદાર ગણાવ્યું છે. મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવનાર અને ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવનાર શહેરો સિડની અને બ્રિસ્બેનમાં શામેલ થયું છે. ખતરનાક ડેલ્ટા વાયરસનું સંક્રમણ વધવાથી લોકડાઉન લાગું કરવામાં આવ્યું છે. મેલબર્ન અને તેની આસપાસના વિક્ટોરિયા રાજ્ય સાત અઠવાડીયા માટે બંધ થઈ જશે. વિક્ટોરીયા પ્રીમિયર ડેનિયલ એડ્રયૂઝે જણાવ્યું કે શહેરમાં આઠ નવા સંક્રમણ સામે આવતા આ ર્નિણય લેવામાં આવ્યો છે.એન્ડ્રૂઝે ચાર કલાકથી ઓછા સમયની નોટિસ આપી છે કે રાજ્યમાં રાત્રીના ૮ વાગ્યાથી લોકડાઉન લાગું થઈ જશે. તેમણે કહ્યું કે તેમની સરકાર પાસે બીજાે કોઈ વિકલ્પ નથી કારણ કે બુધવાર સુધીમાં માત્ર ૨૦% ઓસ્ટ્રેલિયન પુખ્ત વયના લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી.