કોવેક્સિનની તુલનામાં કોવિશીલ્ડ રસી બનાવે છે વધારે એન્ટીબોડી, ભારત બાયોટેકે આ રીસર્ચને ફગાવી દીધું

હૈદરાબાદ-

ભારત બાયોટેકે વેક્સીનને લઈને કહવામાં આવેલ દાવાને ફગાવી દીધા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિનની તુલનામાં કોવિશીલ્ડ રસી વધાર એન્ટીબોડી બનાવે છે. એક રીસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિનના ડોઝ લેનારની તુલનામાં કોવિશીલ્ડ લેનાર મોટાભાગના લોકોમાં સારી પોઝિટિવીટી રેટ જાેવા મળ્યો હતો. હવે ભારત બાયોટેકે આ રીસર્ચને ફગાવી દીધું છે.

ભારત બાયોટેકે કહ્યું કે, “સ્ટડીમાં અનેક ખામીઓ છે. સ્ટડી ન તો આંકડાકીય આધારિત છે અને ન તો વૈજ્ઞાનિક રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ પહેલાથી જ નક્કી રપિકલ્પના છે.” કંપનીએ કહ્યું કે, “તે જુલાઈમાં ફેઝ ૩ ટ્રાયલ ડેટા પ્રકાશિત કરશે અને ત્યાર બાદ તે ર્ઝ્રંફછઠૈંદ્ગના પૂર્ણ લાઈસન્સ માટે અરજી કરશે.”નોંધનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ રસી બનાવે છે. જ્યારે હૈદ્રાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક, આઈસીએમઆર અને એનઆઈવીની સાથે મળીને કોવેક્સિન રસી બનાવી રહી છે.

બન્ને રસીના ડોઝ લઈ ચૂકેલ સ્વાસ્થ્યકર્મીઓ પર કરવામાં આવેલ સ્ટડીમાં સામેલ થનાર લોકોના લોહીના નમૂનામાં એટીબોડી અને તેના સ્તરની તપાસ કરવામાં આવી હતી. સ્ટડીના લેખક અને જીડી હોસ્પિટલ એડ ડાયાબિટિક ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતામાં કન્સલટન્ટ એન્ડોક્રાઈનોલોજિસ્ટ (ડાયાબિટીસ રોગ નિષ્ણાંત) અવદેશ કુમાર સિંહે ટ્‌વીટ કર્યું કે, “બન્ને ડોઝ લીધા બાદ બન્ને રસીએ એન્ટીબોડી મજબૂત કરવાનું કામ કર્યું છે. જાેકે, કોવેક્સિનની તુલનામાં સીરો પોઝિટિવીટી રેટ અને એટીબોડી સ્તર કોવિશીલ્ડમાં વધારે મળ્યું.” કોવેક્સિનના ડોઝ લેનારની તુલનામાં કોવિશીલ્ડ લેનારા લોકોમાં સીરો પોઝિટિવીટી રેટ વધારે હતો.

આ રિસર્ચમાં ૧૩ રાજ્યોના ૨૨ શહેરના ૫૧૫ સ્વાસ્થ્યકર્મીઓ જાેડાયા હતા. તેમાંથી ૩૦૫ પુરુષ અને ૨૧૦ મહિલાઓ હતી. રિસર્ચના લેખકે કહ્યું કે, “૫૧૫ સ્વાસ્થ્યકર્મીઓમાં બન્ને રસીના બન્ને ડોઝ લીધા બાદ ૯૫ ટકામાં સીરો પોઝિટિવી જાેવા મળી. તેમાંથી ૪૨૫ લોકોએ કોવિશીલ્ડ અને ૯૦ લોકોએ કોવેક્સીનના ડોઝ લીધા હતા અને સીરો પોઝિટિવીટી રેટ ક્રમશઃ ૯૮.૧ ટકા અને ૮૦ ટકા રહ્યો.” સીરો પોઝિટિવીટીનો સંદર્ભ કોઈપણ વ્યક્તિના શરીરમાં બનનારા એટીબોડી સાથે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution