ગાંધીનગર-

ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે, શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ગત 11 જાન્યુઆરી થી ધોરણ 10 અને 12 ની સ્કૂલો શરૂ થઇ ગઈ છે. ત્યારે આગામી 10મેથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરુ થશે. આ પરીક્ષાઓ 25 મે સુધી ચાલશે, પરીક્ષાનો સમય બપોરના 3 થી 6:30 સુધીનો રહેશે.


ધોરણ 10ના ટાઇમટેબલ પ્રમાણે 10 મેએ ભાષાનું પેપર રહેશે અને 12 મેએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ વિજ્ઞાનનું પેપર આપશે. ધો.10ના વિદ્યાર્થીઓ 15 મેએ ગણિતની પરીક્ષા આપશે.


ઉપરાંત 17 મેએ સામાજિક વિજ્ઞાનની પરીક્ષા યોજાશે. સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધી SSCની પરીક્ષા યોજાશે ધોરણ 12ના બોર્ડની પરીક્ષા 10 મેથી 21 મે સુધી યોજાશે અને HSCની પરીક્ષાઓ બપોરે 3 વાગ્યાથી 6.30 કલાક સુધી ચાલશે.