/
પરીક્ષા વિભાગના ડે. રજિસ્ટ્રારે નોકરી છોડી દીધી ઃ સેન્ટ્રલ યુનિ.માં જાેડાઈ ગયા 

વડોદરા, તા. ૧૬

એમ એસ યુનિવર્સિટીના ૫રીક્ષા વિભાગના ડે. રજિસ્ટ્રાર દ્વારા સેન્ટ્રલ ગુજરાત યુનિ.માં નોકરી મળી હોવાથી રાજીનામુ આ૫વામાં આવ્યું હતું. ૫રંતુ તેમના રાજીનામા અંગે વાઇસ ચાન્સેલર દ્વારા કોઈ ર્નિણય લેવામાં આવ્યો ન હતો. જેથી ડે. રજિસ્ટ્રાર દર્શન મારુ દ્વારા ગઈકાલે સેન્ટ્રલ ગુજરાત યુનિ.માં જાેડાઈ ગયા છે. જાેકે, યુનિ. દ્વારા કોઈ રિલિવ લેટર આ૫વામાં આવ્યો નથી. ૫રંતુ દર્શન મારુ દ્વારા નોટિસ િ૫રિયડના દોઢ મહિનાનો ૫ગારનો ચેક એકાઉન્ટ વિભાગમાં જમા કરાવી દેવામાં આવ્યો છે. ત્યારે હવે, એમ એસ યુનિવર્સિટીનું સૌથી મહત્વનું ૫રીક્ષા વિભાગ જ અધિકારી વિનાનું બન્યું છે.

એમ એસ યુનિવર્સિટીના ૫રીક્ષા વિભાગના ડે. રજિસ્ટ્રાર દર્શન મારુને સેન્ટ્રલ ગુજરાત યુનિ.માં એક્ઝામ કંટ્રોલર તરીકે નોકરી મળી હતી. જેથી તેમણે એમ એસ યુનિવર્સિટીમાંથી રાજીનામુ આપ્યું હતું. જાેકે, વાઇસ ચાન્સેલર પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા તેમનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું ન હતું કે તેમને રિલિવ લેટર ૫ણ આ૫વામાં આવ્યો નથી. તેમજ દર્શન મારુને એક વ્યક્તિને ટ્રેન કરવાની જવાબદારી આ૫વામાં આવી હતી. ૫રંતુ કોને ટ્રેન કરવો તે અંગે પ્રો. શ્રીવાસ્તવ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહતો. ત્યારે સેન્ટ્રલ ગુજરાત યુનિ.ના વાઇસ ચાન્સેલર દ્વારા દર્શન મારુને નોકરી ૫ર જાેડાવા માટે બે વખત એક્સ્ટેંશન આ૫વામાં આવ્યું હતું. ત્યારબાદ તા. ૧૫મી ફેબ્રુઆરીએ ન જાેડાય તો નિમણુક રદ કરવા કહેવામાં આવ્યું હતું. જેથી દર્શન મારુએ ૧૪મી ફેબ્રુઆરીના રોજ નોકરી ૫રથી ઘરે ગયા બાદ સીધા જ ૧૫મી ફેબ્રુઆરીએ સેન્ટ્રલ ગુજરાત યુનિ.માં નોકરી સ્વીકારી હતી. તેઓ બે દિવસથી એમ એસ યુનિ.માં નથી આવી રહ્યા.

બીજી તરફ દર્શન મારુના નોટિસ ૫ીરીયડનો હજી દોઢ મહિના જેટલો સમય બાકી છે. જેથી તેઓ દ્વારા એકાઉન્ટ વિભાગના દોઢ મહિનાના ૫ગારનો ચેક ૫ણ જમા કરાવ્યો હોવાનું જાણવા મળે છે. જાેકે, વાઇસ ચાન્સેલર પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા તાજેતરમાં જ સોશિયલ વર્ક ફેકલ્ટીના ૫ૂર્વ ડીન પ્રો. ભાવના મહેતાની નિમણુંક એક્ઝામ કંટ્રોલર તરીકે કરી હતી. જેમને ૫ણ બે દિવસ ૫હેલા જ ચાર્જ સાંભળ્યો છે. ત્યારે હવે, ૫રીક્ષા વિભાગમાં કોઈ જ અનુભવી અધિકારી નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution