ડીપીએસને ધો.૧થી૮ની માન્યતા ન આપવાનો ર્નિણય રદ
14, ડિસેમ્બર 2021 198   |  

અમદાવાદ, અમદાવાદની હાથીજણની ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના ર્નિણયને રદ કરીને ગુજરાત હાઇકોર્ટે કેલોરેકસ ફાઉન્ડેશનની તરફેણમાં ચુકાદો આપ્યો છે. વડી અદાલતે ડીપીએસ સ્કૂલની ધોરણ ૧થી ૮ની માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના ર્નિણયને રદ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટના ‘આ ર્નિણયને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને સૌથી મોટી રાહત આપી છે. નિત્યાનંદ સ્વામીના આશ્રમને કારણે વિવાદમાં ઘેરાયેલી અને અમદાવાદના હાથીજણ પાસે આવેલી ડીપીએસ-ઇસ્ટ, હિરાપુર સ્કૂલની માન્યતાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં કેલોરેક્સ ફાઉન્ડેશને કેલોરેકસ ફાઉન્ડેશનના વકીલે જણાવ્યું કે કોર્ટે અવલોકન કર્યું છે કે ધોરણ ૧થી ૮ના વર્ગ શરૂ કરવા માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા કાયદા પ્રમાણે યોગ્ય છે. જેથી તેને પરવાનગી મળવી જાેઈએ. જેને લઇને કોર્ટે જે માટે સ્કૂલ સંચાલકોએ ફરીથી કેલોરેકસ ફાઉન્ડેશન સાથે એગ્રીમેન્ટ કરવાની ફરજ પડશે.આ પહેલા ડીપીએસ -ઇસ્ટ સ્કૂલે પ્રાથમિકની મંજૂરી માટે કરેલી અરજીને ડીપીઓએ નામંજૂર કર્યા બાદ સ્કૂલે પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ અપીલ કરી હતી.જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામકે અપીલનો હુકમ આપતા અરજી નામંજૂર જ રાખી હતી. ડીપીએસ -ઇસ્ટ સ્કૂલે નવી પ્રાથમિક સ્કૂલ માટે ડીપીઓમાં અરજી કરી હતી. જેને નામંજૂર કરાયા બાદ સકૂલે પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ ડીપીઓના ર્નિણય સામે અપીલ કરી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામકે અપીલ નામંજૂર રાખી એક લાખનો દંડ કર્યો હતો. સરકારના આદેશ બાદ પણ નિયમ વિરૃદ્ધ એપ્રિલથી સ્કૂલ ચલાવવામા આવી રહી હોવાથી અને સ્કૂલ મેનેજમેન્ટ સરકારના નિયમોનું ઘણીવાર પાલન ન કરતા પ્રાથમિક શિક્ષણ વિભાગે પ્રાયમરી માટેની અરજી નામંજૂર કરી કરી હતી.હાઇકોર્ટના આદેશ બાદ ૨૦૨૦-મે મહિનામાં સ્કૂલ સામે ફરીથી તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી. જેમાં જિલ્લા શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે જરૂરી દસ્તાવેજાે માંગ્યા હતા, જે સંતોષકારક ન જણાતા ઓક્ટોબર ૨૦૨૦માં જિલ્લા શિક્ષણ વિભાગે સ્કૂલની માન્યતા રદ કરી રૂ. ૫૦ લાખનો દંડ ફટકાર્યો હતો. શિક્ષણ વિભાગના ધો.૧થી ૮ના વર્ગોને માન્યતા ન આપવાના નિર્ણયને કારણે વાલીઓને અને વિદ્યાર્થીઓમાં ચિંતા પ્રસરી હતી. તેમજ શિક્ષણ વિભાગના આ નિર્ણય સામે વિરોધ પણ વ્યક્ત કરાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution