લખનૌ-

 રાજધાની દિલ્હીમાંથી આજે પકડાયેલ આતંકી સંગઠ્ઠન આઇએસઆઇએસ આતંકીના તાર ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલ હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલ આતંકીની ઓળખ અબ્દુલ યુસુફ તરીકે થઇ છે. અબ્દુલ મુળ યુપીના બલરામપુર જીલ્લાનો રહેવાસી છે. યુપી પોલીસ, તેના સાથીઓની તલાસમાં લાગી છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસને સુચના મળેલ કે દિલ્હીમાં કેટલાક લોકો આતંકીની મદદ કરી રહ્યા છે. પોલીસની ટીમે આતંકી અબ્દુલના યુપી સ્થિત ઘરે પણ રેડ કરી રહી છે. લખનૌ પોલીસે પણ કેટલીક જગ્યાએ રેડ કરી છે, જો કે તેની સ્થાનીક રીતે પુષ્ટી થઇ નથી.