દિલ્હી-

ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારની સરખામણી સિંહ સાથે કરતાં કહ્યું હતું કે લોકોએ તૈયાર રહેવાની જરૂર છે. જાે સિંહ જાેઈને લપાઈને બેસી રહે તો હરણે એ ન સમજવું જાેઈએ કે સિંહ શાંત છે, પરંતુ તે કોઈ ને કોઈ ચાલ ચાલવાની તૈયારીમાં છે. દિલ્હીનો સિંહ ચૂપ છે, એનો અર્થ એ છે કે કોઈ ને કોઈ કાર્યવાહી થવાની છે. એ માટે ગ્રામજનો તૈયાર થઈ જાઓ.ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકાર નરમ પડી નથી, આ દગો છે. ગામવાસીઓએ તૈયાર રહેવું પડશે, કારણ કે ખેડૂત આંદોલનને લઈને દિલ્હી ચૂપ છે. જે મીઠું હોય છે એ ખુરસી સાથે ચોંટી જાય છે, જેમ કે ભમરી. સરકાર મીઠી છે તો કોઈ ને કોઈ ચાલ જરૂરથી ચાલશે.

તેમણે સરકારને પડકારભર્યા શબ્દોમાં કહ્યું હતું કે ડીઝલ ભલે ગમે એટલું મોંઘું કરવામાં આવે, પણ તમામ ટ્રેક્ટર તૈયાર છે. શેરડી તો અમારી પાસેથી ચાલી જાય છે, પરંતુ એના ભાવ ખેડૂતોને નથી મળતા. જાે શેરડીને કાપી-કાપીને ખાશો તો તે રસ નહીં આપે. એને સંપૂર્ણપણે પીલવી પડે છે, તો જ એ રસ આપે છે. એને પીલી નાખવાની જરૂર છે.પ્રદર્શનકારી ખેડૂતોને મવાલી કહેનાર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ પોતાનું નિવેદન પરત લીધું છે. તેમનું કહેવું છે કે તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. ટિકૈતે આ બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ મીનાક્ષી લેખીનું પોતાનું નિવેદન ન હતું, એ તેમણે ભાજપ તરફથી આપવામાં આવ્યું હતું, એટલા માટે ભાજપે માફી માગવી જાેઈએ. અમે ખાપ પંચાયતવાળા છીએ, માહિલાઓ પાસે માફી મગાવતા નથી.